GSTV
Gujarat Government Advertisement

વર્લ્ડ કપ સેમી ફાઇનલમાં ટીમ ઇન્ડિયાની હારથી યુવક એટલો દુખી થયો કે કરી લીધી આત્મહત્યા

Last Updated on November 16, 2019 by Mayur

બુધવારે રમાયેલી ક્રિકેટ વર્લ્ડ કપ સેમીફાઇનલની મેચમાં ન્યૂઝીલેન્ડ સામે ભારતની હારથી દેશભરના ક્રિકેટ રસિકો નિરાશ છે. પરંતુ ઓડિશામાં એક યુવક તો એ હદે દુખી થયો કે તેણે આત્મહત્યા કરવાનો નિચાર કરી લીધો અને ઝેર ખાઇ લીધું.

ઓડિશાના કાલાહાંડીમાં ધરમગઢના એક યુવકે ભારતની હાર બાદ ઝેર ખાઇ લીધું. મુખ્ય જિલ્લા સ્વાસ્થ્ય અધિકારી બનલતા દેવીએ જણાવ્યું કે યુવકના પેટમાં ઝેર મળી આવ્યું છે. હાલ તેની હાલત સ્થિર છે અને તેના જીવને કોઇ જોખમ નથી.

આવી જ એક ઘટના કલકત્તામાં બની છે. જ્યારે માન્ચેસ્ટરમાં ભારત-ન્યુઝીલેન્ડની વચ્ચે મેચ રમવામાં આવી તે પહેલા સેમિફાઈનલનો રોમાંચ પોતાની ચરમસીમાએ હતો. છેલ્લા 11 બોલમાં ભારતને 25 રન જોઈતા હતા. 49મી ઓવરની ત્રીજા બોલ પર બીજા રન મેળવવાની ફિરાકમાં ધોની રન આઉટ થઈ ગયો. તે સમયે કલકત્તાના સાઈકલ દુકાનદાર શ્રીમંત મૈતી પોતાની દુકાનમાં બેસીને મોબાઈલ પર મેચ જોઈ રહ્યા હતા.

કલકત્તાના શ્રીમંત મેતીને એવો આઘાત લાગ્યો, જેને તેઓ સહન કરી શક્યા નહીં અને ધોનીના આઉટ થવાના તરત બાદ જ દુકાનની અંદર જ તેમના શ્વાસ રોકાઈ ગયા. 

શ્રીકાંત મૈતીના પરિચિત દુકાનદારોના જણાવ્યા અનુસાર ઉંચો અવાજ સંભળાવવા પર લોકો દુકાનમાં મદદ માટે પહોંચ્યા. જમીન પર અચેત અવસ્થામાં પડ્યા જોઈને તેમને હોસ્પિટલ લઈ જવાયા, જ્યાં ડૉક્ટર્સે તેમને મૃત જાહેર કર્યા હતા. 

Read Also

Gujarat Government Advertisement

Related posts

મોદી હૈં તો મુમકીન હૈં ! ભાજપ શાસિત રાજ્યોનો વિરોધ સૌથી મોટો માથાનો દુખાવો, મોદી બેડો પાર કરાવી દેશે તે વિશ્વાસે પલાઠી વાળી લીધી

Pravin Makwana

એલર્ટ/ ઇ-મેલ કે મેસેજમાં આવી ઑફર મળે તો ચેતજો, નહીંતર બેંક એકાઉન્ટમાંથી ઉપડી જશે રૂપિયા

Bansari

અનોખી ખેતી / કચ્છના નાના ગામમાં 15 ફૂટ સુધી ઊંચા થતા મોટા ઘાસનું વાવેતર, દુષ્કાળ જેવી સ્થિતિમાં પશુધન માટે અત્યંત ઉપયોગી

Damini Patel
Do NOT follow this link or you will be banned from the site!