GSTV
World

Cases
6915765
Active
11731633
Recoverd
721007
Death
INDIA

Cases
619088
Active
1427005
Recoverd
42518
Death

નોર્વેના આ શહેરમાં મોત પર છે પ્રતિબંધ, 70 વર્ષથી આ શહેરમાં એક પણ થયું નથી મોત

Corona

ક્યાં જન્મ લેવો અને કયાં મરવું એ એ કોઇના હાથમાં નથી પરંતુ નોર્વેના દરિયાકાંઠા અને ઉત્તરધુ્વની વચ્ચે આવેલું લોંગયરબ્યેન દુનિયાનું એવું સ્થળ છે જયાં માણસના મુત્યુ થવા પર પ્રતિબંધ છે. આથી ૨૦૦૦ પરીવારોની વસ્તી ધરાવતા આ ઇલાકામાં કોઇનું મુત્યુ ના થાય તેની ખાસ કાળજી રાખવામાં આવે છે. કોઇને એમ લાગે કે પોતાનું મુત્યુ નજીક છે તો એ વાતને ગંભીરતાપૂર્વક લઇને વિસ્તાર છોડવાનું કહેવામાં આવે છે. ઇમરજન્સી કેસ હોય કે કોઇ ડચકાં ખાતું ધ્યાનમાં આવે કે તરત જ વિમાનમાર્ગે નગરની બહાર લઇ જવામાં આવે છે. સૌથી નવાઇની વાત તો એ છે કે નગરના સ્થાનિક પ્રશાસન દ્વારા ઇટ ઇઝ એ ઇલ્લિગલ ટુ ડાઇના કાયદાની સૂચના પણ આપવામાં આવે છે.

ડેડબોડી પર સંશોધન કરતા જાણવા મળ્યું

તેનું કારણ એ છે કે લોંગયરબ્યેનમાં બારેમાસ લોહી થીજાવી દે તેવી ઠંડી પડે છે. જમીનમાં ૧૦ થી માંડીને ૪૦ મીટર સુધી બરફ પથરાયેલો છે. આથી શબની અંતિમક્રિયા કરવામાં આવે તો પણ ડેડ બોડી દાયકાઓ સુધી ઓગળ્યા કે, સડયા વગર એમ ને એમ જ પડી રહે છે. વર્ષો પહેલા એક પડી રહેલા ડેડબોડી પર સંશોધન કરતા જાણવા મળ્યું હતું કે ઇસ ૧૯૧૭માં દફનાવાયેલું શબ એ જ અવસ્થામાં સચવાયેલું હતું. દાયકાઓ પહેલા ઇન્ફલુએન્ઝાની બીમારીના લીધે જે માણસનું અવસાન થયેલુ તે રોગના વાઇરસ પણ જૈસે થે સ્થિતિમાં હતા.આથી આ વિસ્તારમાં ડેડબોડીના કારણે બીમારી ફેલાઇ શકે છે એવું માનીને દફનાવવા પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે.

મુત્યુ પામવા પર જ કાયદો લાદવામાં આવ્યો

આ નગરમાં સંશોધકો ભૂતકાળમાં કેટલા ડેડબોડી દફનાવેલા તે શોધવા માટે પણ પ્રયત્નશીલ છે. સ્થાનિક પ્રશાસનને એમ લાગ્યું કે માણસ મરે તો તેને દફનાવવો પડે ને આથી મુત્યુ પામવા પર જ કાયદો લાદવામાં આવ્યો છે. જે હંમેશા દુનિયામાં ચર્ચાનો વિષય રહયો છે. સ્પીટસબર્જન આઇલેન્ડ પર આવેલા આ સ્થળે ઇસ ૧૯૦૬માં જોન લોંગઇયરે કોલ કંપની સ્થાપી હતી. આથી તેના નામ પરથી જ આ નગરનું નામ લોંગયરબ્યેન પડયું છે.આ વિસ્તારમાં ૩ હજારથી વધુ હિંસક પોલાર બીયર જોવા મળે છે. અહીંયા સંશોધકો, વિજ્ઞાનિકો અને સાહસિક ટુરીસ્ટો આવવાનું વધારે પસંદ કરે છે. એક સ્થળેથી બીજા સ્થળે જવા માટે સ્નો સ્કુટર વપરાય છે.વર્ષમાં ચાર મહિના સુધી સૂરજ ઉગતો ન હોવાથી રાત્રીનો અનુભવ થાય છે.

READ ALSO

Related posts

બનાસકાંઠાના કાણોદર હાઇવે પર સીએનજી ગેસની બોટલમાં લીકેજ થતા મચી અફરા તફરી

Nilesh Jethva

રવિવારે 8.5 કરોડ લોકોના ખાતામાં આવશે 17000 કરોડ રૂપિયા, જાણો મોદી સરકારની આ યોજના વિશે

Arohi

અરવલ્લી જિલ્લાની હોસ્પિટલમાં ફાયર સેફ્ટીને લઇને રિયાલીટી ચેક, જીવના જોખમે સારવાર લઈ રહ્યા છે દર્દીઓ

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!