GSTV

October Movie Trailer : અત્યારસુધીના સૌથી અનોખા કિરદારમાં જોવા મળ્યો વરુણ ધવન

બોલીવુડના યંગ એક્ટર વરુણ ધવન અને આ ફિલ્મ દ્વારા ડેબ્યુ કરવા જઇ રહેલી અભિનેત્રી બનીતા સંધૂની ફિલ્મ ‘ઑક્ટોબર’નું ટ્રેલર આખરે રિલિઝ થઇ ગયું છે. આ ફિલ્મની સ્ટોરીને લઇને અતયાર સુધી અટકળો લગાવવામાં આવતી હતી અને ફિલ્મનું ટ્રેલર મોટાભાગે ફિલ્મની સ્ટોરી વર્ણવી રહ્યું છે. ટ્રેલર પરથી તે સ્પષ્ટ થઇ જાય છે કે આ એક સાઇલેન્ટ લવ સ્ટોરી છે. ફિલ્મનું ડાયરેક્શન શૂજિત સરકારે કર્યુ છે અને ફિલ્મની સ્ટોરી જૂહીએ લખી છે. ફિલ્મમાં વરુણ ધવનની ભુમિકા પણ ઘણી અલગ છે.

ઉલ્લેખનીય છે કે આ ફિલ્મમાં વરુણ ધવન ડેનની ભુમિકા ભજવી રહ્યો છે જે એક હોટલમાં હાઉસ કિપિંગનું કામ કરે છે. સાથે જ બિનિતા પણ આ હોટલમાં કામ કરે છે અને તે સ્યૂલી નામની યુવતીની ભુમિકા ભજવી રહી છે. ટ્રેલરની શરૂઆત તો વરુણ ધવન સાથે થાય છે પરંતુ અચાનક જ ફિલ્મની કથા નવો વળાંક લઇ લે છે. જેનાથી ડેન અને સ્યૂલીનું જીવન બદલાઇ જાય છે.

ઉલ્લેખનીય છે કે શૂજિત સરકાર સાથે વરુણની આ પહેલી ફિલ્મ છે અને તેના ફેન્સ પણ તેની આ પરફોર્મન્સને પસંદ કરશે. ફિલ્મ 13 એપ્રિલના રોજ દેશભરના સિનેમા ઘરોમાં રિલિઝ થશે.

તાજેતરમાં જ વરુણ ધવનની આ ફિલ્મનું અન્ય એક પોસ્ટર રિલિઝ કરવામાં આવ્યું છે અને આ પોસ્ટરમાં વરુણ હટકે લુકમાં જોવા મળી રહ્યો છે. ફિલ્મમાં પહેલી વખત વરુણની સાથે બનીતા સંધૂ જોવા મળશે. ઉલ્લેખનીય છે કે આ ફિલ્મ બનિતાની પહેલી ફિલ્મ છે અને આ ફિલ્મ દ્વારા તે પોતાની ફિલ્મી કારકિર્દીની શરૂઆત કરશે.

બનીતા આ પોસ્ટરમાં ખૂબ જ સુંદર લાગી રહી છે. આ પોસ્ટરને જોયા પછી ફિલ્મની સ્ટોરી સ્પષ્ટ થઇ રહી છે કે આ બે લોકો વચ્ચેની લવ સ્ટોરી હશે. પોસ્ટરમાં વરુણ ધવન જે રીતે બનીતાને જોઇ રહ્યો છે તે જોઇને લાગી રહ્યું છે કે ફિલ્મમાં બનીતા સાથે તેની અદભુત કેમેસ્ટ્રી જોવા મળશે.

Related posts

કોરોના વેક્સીનને લઈને સીએમ રૂપાણીનું મોટુ નિવેદન, આ મહિનામાં આવી જશે રસી

Nilesh Jethva

બે પત્નીને સાથે રાખી કરતો હતો સેક્સનું લાઈવ સ્ટ્રીમીંગ, લાખો રૂપિયાની કમાણીનો આવી રીતે થયો ખુલાસો

Pravin Makwana

અમદાવાદ મનપાની સત્તાધારી પાર્ટી માત્ર જાહેરાતો કરવામાં અવલ્લ, આ ફૂટ ઓવરબ્રિજ બાંધવાની જાહેરાત થઈ હવા હવાઈ

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!