બાળકોને ટાર્ગેટ કરતી જાહેરાતો પર સરકાર શકંજો કસવા જઈ રહી છે. કન્ઝ્યુમર અફેયર મંત્રાલયે બાળકોને ભ્રમિત કરનાર જાહેરાતો પર ડ્રાફ્ટ ગાઈડલાઈન્સ જાહેર કરી 18 સપ્ટેમ્બર સુધી દરેકનો અભિપ્રાય માંગ્યો છે. 1 ઓક્ટોબર 2020થી આ ગાઈડલાઈન લાગુ થઈ શકે છે. તમને જણાવી દઈએ કે જાહેરાતો માટે ડ્રાફ્ટ ગાઈડલાઈનને સેન્ટ્રલ કન્ઝ્યુમર પ્રોટેક્શન ઓથોરિટીએ બનાવી છે. આ ઓથોરિટીની સ્થાપના કન્ઝ્યુમર પ્રોટેક્શન એક્ટ 2019 હેઠળ થઈ હતી.
બાળકોને નિશાન બનાવતી જાહેરાતો પર થઈ શકે છે કાર્યવાહી
કંપનીઓ બાળકોને ટાર્ગેટ કરીને હવે જાહેરાતો નહીં બનાવી શકે. બાળકોને ખતરનાક સ્ટન્ટ કરતા નહીં બતાવી શકાય. કન્ઝ્યુમર મંત્રાલયે ડ્રાફ્ટ જાહેર કર્યો છે. 18 સપ્ટેમ્બર સુધી દરેકનો અભિપ્રાય માંગવામાં આવ્યો છે. ખોટી જાણકારી આપનાર જાહેરાતો પર શકંજો કસવામાં આવશે. જો બાળક તે ઉત્પાદન નહીં ખરીદે તો તેમનો મજાક ન ઉડાવી શકાય.

બાળકોને દારૂ અને તમાકુની જાહેરતોમાં નહીં દર્શાવી શકાય. ઉત્પાદનના તત્વોને વધારે સારા સાબિત કરીને નહીં દર્શાવી શકાય. બાળકોને લઈને કોઈ ચેરિટેબર અપીલ નહીં કરી શકાય. સેલિબ્રિટી ઉત્પાદન સમર્થન કરવાની જાણકારી તેની જાણકારી હોવી જોઈએ. નહીં વાંચવામાં આવેલી જાહેરાતો ગેરમાર્ગે દોરવામાં આવેલી જાહેરાતો માનવામાં આવશે.
ગાઈડલાઈનની મુખ્ય વાતો

જાહેરાતોમાં ડિસ્ક્લેમર સામાન્ય આઈસાઈટ વાળા વ્યક્તિને એક બરાબર દુરી અને એક બરાબર સ્પીડથી વાંચતા સ્પષ્ટ દર્શાવવી પડશે. ડિસ્ક્લેમર જાહેરાતોમાં કરવામાં આવેલા દાવાની ભાષા સ્પષ્ટ હોવી જોઈએ અને કોન્ટ પણ દાવા વાળો જ ઉપયોગ કરવાનો રહેશે.
જો દાવો વોઈસ ઓવરમાં કરવામાં આવ્યો છે તો ડિસ્ક્લેમર પણ વોઈસ ઓવરની સાથે દર્શાવવામાં આવવું જોઈએ. ડિસ્ક્લેમરમાં દાવા સાથે સંબંધિત કોઈ જાણકારી છુપાવવાની કોશિશ નહીં હોવી જોઈએ. આમ થવા પર જાહેરાત ભ્રામક હશે.

ડિસ્ક્લેમરમાં જાહેરાતમાં કરવામાં આવેલા કોઈ પણ ભ્રામક દાવાને સુધારવાનો પ્રયત્ન ન થવો જોઈએ. જો કન્ઝ્યુમરને ખરીદવાના સમયે પ્રોડક્ટ અથવા સર્વિસની કિંમત ઉપરાંત ડિલીવરી સમયે અમુક પૈસા આપવાના છે તો જાહેરાતમાં પ્રોડક્ટ અથવા સર્વિસને ‘ફ્રી’ અથવા ‘વગર કોઈ ચાર્જે’ નહીં બતાવી શકાય.
Read Also
- માતા-પિતાની આ ભૂલોને કારણે જીદી બની શકે છે બાળક, આજે જ તેને સુધારો
- યુએઈ/ આજથી 28માં સંયુક્ત રાષ્ટ્ર ક્લાઈમેટ ચેન્જ સંમેલનનું આયોજન, કાર્બન ઉત્સર્જન-જીવાશ્મ ઈંધણ અંગે થશે ચર્ચા
- Randeep Hooda-Lin Laishram/ કન્યાએ પોલોઈ પહેરી તો વરે પહેર્યા કુર્તો અને ધોતી, ટ્રેડિશનલ વેરમાં લાગ્યા સુંદર
- ચાઉમીન ના ખવડાવતા બે ભાઇઓની હત્યા, યુપી પોલીસે 5 કલાકની અંદર 6 ગુનેગારોનું એન્કાઉન્ટર કર્યું
- સુરત/ એથર કંપનીમાં બ્લાસ્ટની ઘટનામાં સાત લોકોના મોત, 5થી વધુ દર્દીઓની હાલત ગંભીર