મહાત્મા ગાંધીના નિર્વાણ દિવસે અર્થાત 30 જાન્યુઆરીને લઈને કેન્દ્ર સરકારે નવો આદેશ જારી કર્યો છે. એમાં કહેવાયું છે કે આ દિવસને દર વખતની જેમ શહિદ દિવસ તરીકે મનાવવાનું નક્કી કરાયું છે. સાથે જ તમામ રાજ્ય સરકારો અને કેન્દ્ર શાસિત પ્રદેશોને નિર્દેશ જારી કર્યો છે. એમાં દેશની આઝાદી માટે બલિદાન દેનારાઓની યાદમાં બે મિનિટનું મૌન રાકવામાં આવે. સાથે જ આ દરમિયાન કામકાજ અને આવનજાવન ઉપર પર રોક લગાવવામાં આવશે.

30 જાન્યુઆરીને દર વર્ષે 11 વાગ્યે 2 મિનિટનું મૌન રાખવામાં આવશે
શહિદ દિવસ માટે જે આદેશ ગૃહમંત્રાલય તરફથી જારી કરવામાં આવ્યો છે તેમાં કહેવાયું છે કે 30 જાન્યુઆરીને દર વર્ષે 11 વાગ્યે 2 મિનિટનું મૌન રાખવામાં આવશે. આ સાથે સમગ્ર દેશમાં 2 મિનિટ માટે કોઈ જાતનું કામકાજ અથવા આવનજાવન નહીં થાય. આગળ લખ્યું છેકે જે જગ્યાઓ પર સાયરનની વ્યવસ્થા છે ત્યાં મોનની યાદ અપાવવા માટે સાયરન વગાડવામાં આવે. ક્યાંક ક્યાંક આર્મિ ગનથી ફાયર પણ કરવામાં આવશે તે બતાવવામાં આવશે. આ એલર્ટ 10.59 મિનિટ પર કરવામાં આવશે. આ પચીથી 2 મિનિટ માટે બધાને મૌન રહેવાનું છે.
Ministry of Home Affairs writes to the Chief Secretaries of all States/UTs, issuing instructions laid down for observance of Martyrs' Day on 30th January.
— ANI (@ANI) January 20, 2021
Silence should be observed & work & movement stopped for 2 minutes throughout the country at 11 am on 30th. pic.twitter.com/2hYwYXMKSZ
આ નિયમને સખ્તાઈથી લાગુ કરવામાં આવે
ગૃહ મંત્રાલયના આદેશ મુજબ આ અમલ ફરજિયાત કરવાનો રહેશે. જે જગ્યાઓ પર સિગ્નલ નથી ત્યાં સુવિધા મુજબ કોઈ પણ રીતે સંદેશ પહોંચાડવામાં આવશે. કહેવાયું છેકે પહેલા મૌન દરમિયાન કોઈ પણ ઓફિસમાં કામકાજ ચાલુ રહેતું હતું. પરંતુ હાલમાં આને સખ્તાઈથી લાગુ કરવાનો આદેશ જારી કર્યો છે.
નાથુરામ ગોડસે દ્વારા ગાંધીજી પર ત્રણ ગોળીઓ ચલાવવામાં આવી હતી
જણાવી દઈએ કે 30 જાન્યુઆરી 1948માં મહાત્મા ગાંધીની ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી. આ દિવસે સાંજે જ્યારે તે સંધ્યાકાળની પ્રાથર્નામાં હાજરી આપવા જઈ રહ્યા હતા ત્યારે નાથુરામ ગોડસે દ્વારા તેમના પર ત્રણ ગોળીઓ ચલાવવામાં આવી હતી.
દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ, ફાયનાન્સ, અજબગજબ, ઓટો અને ટેક્નોલોજી સહિતના સમાચાર વાંચો જીએસટીવીની વેબસાઈટ પર, સાથે જ ગુજરાત સમાચાર પર વાંચો રાજ્યના સૌથી વિશ્વસનીય અખબારના સમાચાર.
READ ALSO
- જિલ્લા પંચાયત રિઝલ્ટ/ 31માંથી 31 પર ભાજપનો ભગવો, મહાનગર પાલિકા પછી જિલ્લા પંચાયતમાં પણ કોંગ્રેસનો સફાયો
- એક એક મતની કિંમત હોય છે પૂછો આ ભાજપના ઉમેદવારને, સત્તાધારી પક્ષના ઉમેદવારનું નસીબ એટલું બળવાન કે…..
- મોટો ઝટકો/ પીએમ મોદીના હોમટાઉન મહેસાણામાં આપની એન્ટ્રી, આ તાલુકા પંચાયતમાં કેજરીવાલના ઉમેદવાર જીત્યા
- અબજોપતિની યાદી જાહેર: કોરોનાકાળમાં પણ આ લોકોની સંપત્તિ વધી, 40 બિઝનેસમૈન આ યાદીમાં જોડાયા
- ભાજપ-કોંગ્રેસને પછડાટ/ સૌરાષ્ટ્રમાં ‘આપ’ની એન્ટ્રી, આ બેઠક પર આમ આદમી પાર્ટીના ઉમેદવારની ફક્ત બે મતે જીત