GSTV

ભરાશે/ આર્યન ખાનના ફોનમાંથી મળી વાંધાજનક તસવીરો, ચેટમાંથી થયો ચોંકાવનારો ખુલાસો

આર્યન

Last Updated on October 5, 2021 by Bansari

નારકોટિક્સ કંટ્રોલ બ્યુરોએ શનિવારે મુંબઈમાં ચાલી રહેલી એક હાઈ પ્રોફાઈલ રેવ પાર્ટી પર રેડ કરી હતી, જે બાદ 8 લોકોની ધરપકડ કરી લેવાઈ હતી. રવિવારે સાંજ સુધી આ તમામની પૂછપરછ કરવામાં આવી જે બાદ તમામ આરોપીઓની ધરપકડ કરી લેવાઈ છે, જેમાં શાહરૂખ ખાનનો દીકરા આર્યન ખાન પણ સામેલ છે.

આજે ફરી આ મામલે સુનાવણી ચાલી રહી છે અને આર્યન સહિત ત્રણ આરોપીઓની કોર્ટમાં રજૂઆત હતી. એનસીબીએ કોર્ટમાંથી આરોપીઓની 11 ઓક્ટોબર સુધી કસ્ટડી માગી છે. સુનાવણી દરમિયાન એ પણ સામે આવ્યુ છે કે આર્યન ખાનના ફોનમાં વાંધાજનક તસવીર મળી છે. આ સિવાય પણ એજન્સી તરફથી કેટલાક ચોંકાવનારા ખુલાસા કરવામાં આવ્યા છે.

આર્યન

એનસીબીનો કોર્ટમાં ખુલાસો

રેવ પાર્ટી મામલે ધરપકડના એક દિવસ બાદ શાહરૂખ ખાનના દીકરા આર્યનને એનસીબીએ કસ્ટડીમાં લેવાની માગ કરી છે. એનસીબીએ પોતાના પક્ષમાં કહ્યુ છે કે જો અમે આ લોકોની કસ્ટડી ના કરીએ તો એ વાત સ્પષ્ટ થઈ શકશે નહીં કે ડ્રગ્સ કેવી રીતે તેમની પાસે પહોંચ્યુ. અમે ગઈ વખતે પણ કેટલાક લોકોને પકડ્યા હતા પરંતુ આ વખતે અલગ-અલગ લોકો છે સૌથી વધારે ચિંતા યુવાનોની છે. આ લોકોના ડ્રગ લેવાથી સમગ્ર પરિવાર અને સમાજ પ્રભાવિત થાય છે. યુવાઓ માટે આ લોકો રોલ મોડલ હોય છે જે ઘણી ચિંતાની વાત છે. આરોપીઓના રિમાન્ડની માગ કરતા NCBએ કહ્યુ કે આર્યનના ફોનમાં વાંધાજનક સામગ્રીની તસવીર મળી છે. ફોનમાં આંતરરાષ્ટ્રીય માદક પદાર્થોની તસવીર તરફ ઈશારો કરતા પિક્ચર ચેટ લિંકનો પણ ઉલ્લેખ છે.

આર્યન

ડ્રગ્સ કેસમાં આરોપી આર્યન સિવાય અરબાઝ અને મુનમુન સહિત કુલ 8 લોકોની ધરપકડ કરાઈ છે. આમના ફોનમાંથી શંકાસ્પદ ટ્રાન્જેક્શનનો પણ ઉલ્લેખ છે. સાથે જ ડ્રગ્સ ખરીદી માટે કેટલાક કોડ નામનો ઉપયોગ કરવામાં આવ્યો છે.

આર્યન ખાનના વકીલની દલીલ

આર્યન ખાન તરફથી કહેવામાં આવ્યુ છે કે હું ત્યાં એક સ્પેશ્યલ ગેસ્ટ હતો, મારા તમામ સામાન સ્કેન થઈને ગયુ હતુ. મારી પાસેથી જે પણ વાત કહેવામાં આવી છે તેનુ પંચનામુ નથી, મોબાઈલ ફોન તપાસ શરૂ થતા જ લઈ લેવામાં આવ્યો હતો.

Read Also

Related posts

ઓમીક્રોનના ડર વચ્ચે 6 રાજ્યોને અપાયું એલર્ટ, ફરી વધી શકે છે કોરોના સંક્રમણ

Zainul Ansari

સંયુક્ત કિસાન મોરચા બેઠક કમિટી માટે પાંચ સભ્યોના નામની કરાઈ પસંદગી, અનેક મુદાઓ પર કરશે સરકાર સાથે ચર્ચા

Zainul Ansari

સરહદ પર 94 હજારથી પણ વધારે સૈનિકો થયા તૈનાત, બાઈડને આપી રશિયાના રાષ્ટ્રપતિ પુતિનને ચેતવણી

Zainul Ansari
Do NOT follow this link or you will be banned from the site!