GSTV

મહત્વનો નિર્ણય / જમીનના રીસર્વે પ્રમોલગેશનની ક્ષતિ સુધારવાની વાંધા અરજીની સમયમર્યાદા લંબાઈ, હજારો ખેડૂતો માટે ખુશખબર

જમીન

Last Updated on June 5, 2021 by Bansari

ગુજરાતના મહેસૂલ વિભાગે એક મહત્વનો નિર્ણય કર્યો છે જે પ્રમાણે રીસર્વે રેકર્ડ પ્રમોલગેશન બાદ માલૂમ પડતી ક્ષતિઓ સુધારવા માટે વાંધા અરજી રજૂ કરવાની સમયમર્યાદામાં વધારો કરવામાં આવ્યો છે. આ મુદ્દત હવે 30મી સપ્ટેમ્બર નિયત કરવામાં આવી છે. રાજ્યમાં ખેતીની જમીન રિસર્વે માટે ડિજીટલ ઇન્ડિયા લેન્ડ રેકર્ડ્ઝ મોર્ડનાઇઝેશન પ્રોગ્રામ હેઠળ ખેતીની જમીનની માપણી કરી પ્રમોલગેશન કરવાની કામગીરી રાજ્યના 33 જિલ્લામાં હાથ ધરવામાં આવી હતી. પ્રમોલગેશન પછી રિસર્વે રેકર્ડમાં ખાતેદારો દ્વારા રેકર્ડની ક્ષતિઓ સુધારવા રજૂઆતો કરવામાં આવે છે.

જમીન

રેકર્ડમાં ક્ષતિઓ સુધારવા નારાજ અરજદારને જમીન મહેસૂલ અધિનિયમ કલમ-203 હેઠળ અપીલ કરવાની જોગવાઇ

કાયદાકીય જોગવાઇ પ્રમાણે પ્રમોલગેશન પછી રેકર્ડમાં ક્ષતિઓ સુધારવા નારાજ અરજદારને જમીન મહેસૂલ અધિનિયમ કલમ-203 હેઠળ અપીલ કરવાની જોગવાઇ છે. આવી અપીલ રાહે દાદ મેળવવામાં વિલંબ અને ખાતેદારોની હેરાનગતિ, વકીલાત ફી, અન્ય ખર્ચ અને હાડમારી ભોગવવાના પ્રશ્નો ઉપસ્થિત ન થાય તે માટે પ્રમોલગેશન પછી ક્ષતિ સુધારણાની અરજીઓ પરત્વે અપીલ કરવાને બદલે સુપ્રિડેન્ડેન્ટ લેન્ડ રેકર્ડ્ઝને સાદી અરજીના આધારે નિકાલ કરવાની સત્તા આપવામાં આવી છે.

આ બાબતે મહેસૂલ વિભાગે ખેડૂત ખાતેદારોને રિસર્વે પ્રમોલગેશનમાં થયેલી ક્ષતિ સુધારવા માટે સાદી અરજી કરવાની સમયમર્યાદા ચાર વખત નક્કી કરવામાં આવી હતી. પહેલી મર્યાદા ડિસેમ્બર 2019, બીજી મર્યાદા માર્ચ 2020, ત્રીજી મર્યાદા ડિસેમ્બર 2020 અને ચોથી મર્યાદા માર્ચ 2021 નક્કી કરવામાં આવી હતી.

જમીન

પ્રમોલગેશનમાં થયેલી ક્ષતિ સુધારવા માટે વધુ એક સમયમર્યાદા નિયત કરી

હાલ કોરોના સંક્રમણની સ્થિતિને ધ્યાને રાખીને મહેસૂલ વિભાગે પાંચમી વખત પ્રમોલગેશનમાં થયેલી ક્ષતિ સુધારવા માટે વધુ એક સમયમર્યાદા નિયત કરી છે. આવા ખેડૂત ખાતેદારોને પણ અરજી કરવાની તક મળી રહે અને પ્રમોલગેશન પછી ક્ષતિ સુધારવામાં હેરાનગતિ તેમજ ખોટા ખર્ચ ન થાય તે હેતુથી આ સમયમર્યાદા હવે 30મી સપ્ટેમ્બર સુધી લંબાવવામાં આવી છે.

વિભાગે આ સાથે કહ્યું છે કે પ્રમોલગેશન પછી વાંધા અરજી રજૂ કરવાની સમયમર્યાદામાં વધારો કરવા સિવાયની અન્ય સૂચનાઓ અગાઉના આદેશ પ્રમાણે યથાવત રહેશે.

Read Also

Related posts

સંસ્કારીનગરી થઇ શર્મસાર / વાઘોડિયા વિસ્તાર માંથી ઝડપાયું કુટણખાનું, PCBએ શરૂ કરી તાપસ

Pritesh Mehta

સોની બજારના વેપારીઓને લાગ્યો કરોડનો ચૂનો, કારીગર જ કરોડોનું સોનુ લઈને ફરાર

Pritesh Mehta

ડ્રગ્સનું લાગ્યું એવું વળગણ કે અંડર 19 ક્રિકેટના સ્ટાર ખેલાડીને ઘર છોડવાનો વારો આવ્યો, જાણો શું છે રાજકોટનો આ ચોંકાવનારો કિસ્સો?

Pritesh Mehta
Do NOT follow this link or you will be banned from the site!