ઈલેક્ટ્રિક વાહનો હવે ભારતમાં ઝડપથી ટ્રેન્ડ બની રહ્યા છે ખાસ કરીને ટુ-વ્હીલ ઇલેક્ટ્રિક વાહનો. આ માત્ર આર્થિક જ નહીં પરંતુ પેટ્રોલ પર વારંવાર પૈસા ખર્ચવાની ઝંઝટ પણ દૂર કરે છે. ભારતમાં દરરોજ કેટલાક સ્ટાર્ટઅપ તેના ઇલેક્ટ્રિક ટુ-વ્હીલર સાથે બજારમાં પગ મૂકે છે તેમાંથી એક ઓબેન ઇલેક્ટ્રિક(Oben Electric) છે જેણે દેશમાં ઇલેક્ટ્રિક મોટરસાઇકલ લઈને આવી છે. આ જોરદારદેખાતી ઈ-બાઈકનું નામ ઓબેન રોર(Oben Rorr) છે, આ સિવાય કંપની 2022ના અંત સુધીમાં 3 અન્ય મોડલ પણ બજારમાં લોન્ચ કરવા જઈ રહી છે. ફેમ 2 અને રાજ્ય સબસિડી સહિત, આ ઇલેક્ટ્રિક બાઇક મહારાષ્ટ્રમાં 99,999 રૂપિયામાં ઉપલબ્ધ થશે.
અન્ય શહેરોમાં ઈ-બાઈકની કિંમત

Oben Rorrની કિંમત દિલ્હીમાં 1.03 લાખ, ગુજરાતમાં 1.05 લાખ, રાજસ્થાનમાં 1.15 લાખ, કર્ણાટક અને તેલંગાણામાં 1.25 લાખ છે. કંપનીએ 18 માર્ચથી Oben ઇલેક્ટ્રિક મોટરસાઇકલનું બુકિંગ શરૂ કરી દીધું છે અને તમે માત્ર 999 રૂપિયાચૂકવીને Rorrને ઘરે લાવી શકો છો. કંપની જુલાઈ 2022થી ગ્રાહકોને આ ઈલેક્ટ્રિક બાઈક આપવાનું શરૂ કરશે. આકર્ષક ડિઝાઇન અને સ્ટાઇલ સાથે, આ બાઇકને પાછળના પેસેન્જર માટે એલઇડી હેડલેમ્પ્સ, સ્પ્લિટ સ્ટાઈલ સીટ્સ, એક્સટેન્ડેડ રિયર અને દ્વિભાજિત ગ્રેબ રેલ્સ સાથે રાઉન્ડ LED DRL આપવામાં આવી છે.
સિંગલ ચાર્જમાં 200 કિમી દોડશે!
ઓબેનનો દાવો છે કે આ બાઇક માત્ર 3 સેકન્ડમાં 0-40 કિમી/કલાકની ઝડપ પકડી શકે છે, જ્યારે તેની ટોપ સ્પીડ 100 કિમી/કલાકની હોવાનું કહેવાય છે. કંપનીએ એવો પણ દાવો કર્યો છે કે તેને એકવાર ફુલ ચાર્જ કરવા પર 200 કિમી સુધી ચલાવી શકાય છે. બાઇકની રેન્જ તેને કેવી રીતે ચલાવવામાં આવે છે તેના પર નિર્ભર કરે છે. હકીકતમાં મોડના આધારે ઓબેન રોર 100-150 કિમી સુધી ચલાવી શકાય છે. બાઇક સાથે ત્રણ રાઇડિંગ મોડ આપવામાં આવ્યા છે. બેટરીને ફૂલ રાખવા માટે આ બાઇકમાં ટેક્નોલોજી પણ આપવામાં આવી છે. 4.4 kWh-R બેટરી પેક છે જે IP67 રેટેડ છે.

જોરદાર ફીચર્સ સાથે આવશે
આગળના ભાગમાં ટેલિસ્કોપિક ફોર્ક અને પાછળના ભાગમાં મોનોશોક સસ્પેન્શન આપવામાં આવ્યું છે. બાઇકના બંને વ્હીલમાં ડિસ્ક બ્રેક આપવામાં આવી છે, પરંતુ કંપની તેની સાથે ABS આપવાનું ચૂકી ગઈ છે. અન્ય સુવિધાઓમાં એલસીડી ઇન્સ્ટ્રુમેન્ટ ક્લસ્ટર અને એપ દ્વારા સ્માર્ટફોન કનેક્ટિવિટીનો સમાવેશ થાય છે. આ બાઇકનું કુલ વજન 130 કિગ્રા છે અને બેટરી ઝડપથી પકડવા માટે આ બાઇકને 62 Nm પીક ટોર્ક આપે છે.
Read Also
- મોટા સમાચારઃ મહારાષ્ટ્રની ઉદ્ધવ સરકારે પણ પેટ્રોલ- ડીઝલ પર ઘટાડ્યો વેટ, ભાજપ શાસિત રાજ્યો ક્યારે ઘટાડશે ભાવ ?
- ગાંધીનગરના કોબા ખાતે આવેલા વિશ્વ પ્રસિદ્ધ જિનાલયમાં અલૌકિક ખગોળીય ઘટના
- કામની વાત / બચત ખાતાના કેટલા પ્રકાર છે?, જાણો તમારા માટે ક્યું ખાતુ રહેશે શ્રેષ્ઠ
- સ્માર્ટફોન અને ઈન્ટરનેટ વગર કરો ઓનલાઈન ટ્રાન્ઝેક્શન, જાણો સ્ટેપ બાય સ્ટેપ પ્રોસેસ
- માછીમારીની સીઝન 10 દિવસ વહેલી પૂરી કરવા આદેશ જારી, ચોમાસા પહેલાજ પૂર્ણ કરી સિઝન