GSTV
Gujarat Government Advertisement

એસસી-એસટી એક્ટના વિરોધમાં ભારત બંધને લઈને મધ્યપ્રદેશમાં એલર્ટ જાહેર

Last Updated on September 5, 2018 by

છ સપ્ટેમ્બરના કથિત ભારત બંધને લઈને મધ્યપ્રદેશ પોલીસ મુખ્યમથક દ્વારા એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. સુપ્રીમ કોર્ટના આદેશ વિરુદ્ધ કેન્દ્ર સરકાર દ્વારા લાવવામાં આવેલા એસસી-એસટી એક્ટના વિરોધમાં કેટલાક સર્વણ જ્ઞાતિ સમુદાયના સંગઠનો દ્વારા કથિતપણે બંધનું એલાન આપવામાં આવ્યું છે. મધ્યપ્રદેશના આઈજી ઈન્ટેલિજન્સ મકરંદ દેઉસ્કરે આના સંદર્ભે એક નિવેદન પણ જાહેર કર્યું છે. જણાવવામાં આવે છે કે છ સપ્ટેમ્બરે સોશયલ મીડિયા દ્વારા અલગ-અલગ સંગઠનો દ્વારા બંધનું એલાન આપવામાં આવ્યું છે. બંધના એલાનને ધ્યાનમાં રાખીને મધ્યપ્રદેશના એસપી કક્ષાના અધિકારીઓને પોતાના જિલ્લામાં આગમચેતીના પગલા લેવાના નિર્દેશ આપવામાં આવ્યા છે.

મધ્યપ્રદેશના ત્રણ જિલ્લાઓ મુરૈના, ભિંડ અને શિવપુરીમાં આગમચેતીના પગલા હેઠળ મંગળવારથી કલમ-144 તાત્કાલિક અસરથી લાગુ કરવામાં આવી છે. અહીં કલમ-144 સાતમી સપ્ટેમ્બર સુધી લાગુ રહેશે. પોલીસ અધિકારીઓએ કહ્યુ છે કે સંગઠનોના પ્રમુખો સાથે મળીને સમન્વય સ્થાપિત કરે. તેમના આગામી કાર્યક્રમ પ્રમાણે તૈયારીઓ કરવામાં આવે. જરૂરી પ્રતિબંધનાત્મક કાર્યવાહી કરવાના પણ નિર્દેશ આપવામાં આવ્યા છે. પોલીસ દ્વારા સોશયલ મીડિયા પર નજર પણ રખાઈ રહી છે. ભડકાઉ મેસેજ મોકલનારાઓ વિરુદ્ધ કાર્યવાહી પણ કરવામાં આવશે.

મધ્યપ્રદેશમાં ગત એક સપ્તાહથી એસસી-એસટી એક્ટ વિરુદ્ધ વિરોધ પ્રદર્શનો ચાલી રહ્યા છે. આ વિરોધ પ્રદર્શનો દરમિયાન મધ્યપ્રદેશના મુખ્યપ્રધાન શિવરાજસિંહ ચૌહાન, મધ્યપ્રદેશ કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ કમલનાથ, કોંગ્રેસના સાંસદ જ્યોતિરાદિત્ય સિંધિયા સહીત ઘણાં નેતાઓ અને પ્રધાનોને આંદોલનકારીઓ દ્વારા કાળા વાવટાઓ દેખાડવામાં આવ્યા હતા. છ સપ્ટેમ્બરના રોજ સમગ્ર મધ્યપ્રદેશ સિવાય ઉત્તર પ્રદેશમાં પણ બંધની કથિતપણે હાકલ કરવામાં આવી છે. જેને કારણે મધ્યપ્રદેશ અને ઉત્તરપ્રદેશની પોલીસો સતર્ક બની ગઈ છે. મહત્વપૂર્ણ છે કે એસસી-એસટી એક્ટને લઈને કેન્દ્ર સરકારના નિર્ણય મામલે નોઈડામાં કેટલાક સંગઠનો વિરોધ કરી રહ્યા છે. આજે બપોરે ત્રણ વાગ્યે આગળની રણનીતિનો ખુલાસો થશે. આ સંગઠનો પણ કથિત ભારત બંધનું સમર્થન કરવાના છે.

Gujarat Government Advertisement

Related posts

કોરોના સંકટ છતા આ વર્ષે 96 હજાર લોકોને નોકરી આપશે દેશની ટોચની પાંચ IT કંપનીઓ, Nasscomનો સૌથી મોટો દાવો

pratik shah

ખુશખબર/ ખાદ્ય તેલના ભાવ થશે હજુ સસ્તા, સરકારે લીધો મોટો નિર્ણય

Damini Patel

બીજી લહેર પૂર્ણ થવાને આરે: દેશમાં ઘાતક કોરોનાના નવા 67 હજાર કેસો નોંધાયા અને 2300થી વધુનાં મોત

pratik shah
Do NOT follow this link or you will be banned from the site!