GSTV
India News ટોપ સ્ટોરી

BIG BREAKING: OBC Reservation/Quota: સુપ્રીમ કોર્ટનો ઐતિહાસીક નિર્ણય, જાણો શું કહ્યું કોર્ટે!

OBC અનામત પર સુપ્રીમ કોર્ટનો ઐતિહાસીક નિર્ણય આવ્યો છે. સુપ્રીમ કોર્ટે જણાવ્યું કે અનામત અને મેરીટ એક બીજાથી વિપરીત નથી. સામાજિક ન્યાય માટે અનામત જરૂરી છે. સુપ્રીમ કોર્ટે મેડિકલ કોલેજોમાં MBBS, BDS અને તમામ પોસ્ટ ગ્રેજ્યુએટ અભ્યાસક્રમોમાં 27 ટકા OBC અનામતને બંધારણીય રીતે સમર્થન આપ્યું છે. જો કે કોર્ટે પહેલા જ આ આદેશ આપી દીધો હતો, પરંતુ આજે કોર્ટે તેના પર પોતાનો વિગતવાર નિર્ણય સંભળાવ્યો છે.

સુપ્રીમ કોર્ટનો આજનો નિર્ણય સૌથી મહત્વનો ગણવામાં આવે છે. આ નિર્ણયમાં સામાજિક ન્યાય વિશે વાત કહેવામાં આવી છે. વિશિષ્ટ અભ્યાસક્રમોમાં અનામતનો સામાન્ય રીતે વિરોધ કરવામાં આવે છે. એવું કહેવાય છે કે આવા અભ્યાસક્રમોમાં કોઈ અનામત હોવી જોઈએ નહીં. અનામત આપવાથી મેરિટ પર અસર થાય છે. પરંતુ આજે સુપ્રીમ કોર્ટે આ વિચાર પર મહત્વની ટિપ્પણી કરી છે. કોર્ટે કહ્યું છે કે મેરિટ અને અનામત એકબીજાની વિરુદ્ધ નથી. ખરેખર સામાજિક ન્યાય માટે અનામત જરૂરી છે.

reservation

અન્ય એક કેસમાં, સુપ્રીમ કોર્ટે બુધવારે મહારાષ્ટ્ર સરકારને અન્ય પછાત વર્ગો (ઓબીસી) સંબંધિત ડેટા અન્ય પછાત વર્ગો કમિશન સમક્ષ રજૂ કરવા નિર્દેશ આપ્યો હતો, જેથી તેઓની સત્યતા અને સ્થાનિક સંસ્થાઓની ચૂંટણીઓમાં તેમની રજૂઆતની ચકાસણી કરી શકાય. સર્વોચ્ચ અદાલતે રાજ્ય પછાત વર્ગ આયોગ (SBCC) ને રાજ્ય સરકાર પાસેથી માહિતી પ્રાપ્ત કર્યાના બે અઠવાડિયામાં સંબંધિત સત્તાવાળાઓને તેનો વચગાળાનો અહેવાલ સુપરત કરવાનો નિર્દેશ આપ્યો છે.

READ ALSO

Related posts

મોટા સમાચાર / કેન્દ્ર સરકાર બાદ કેરળ સરકારે પણ પેટ્રોલ અને ડીઝલમાં ઘટાડ્યો વેટ

Zainul Ansari

IPL 2022 / મુંબઈ ઈન્ડિયન્સે જતા જતા દિલ્હીનો ખેલ બગાડ્યો, પ્લેઓફની ચાર ટીમો ફાઈનલ

Hardik Hingu

તેમાં ઘમંડ નથી, આત્મવિશ્વાસ છે : રાહુલના આક્ષેપોનો જયશંકરનો જવાબ

GSTV Web Desk
GSTV