GSTV

OBC ક્રીમી લેયરની મર્યાદા 8 લાખ થઈ, જાણો શું હોય છે ક્રીમી લેયર?

Last Updated on August 23, 2017 by

ઓબીસી ક્રીમી લેયરની મર્યાદામાં વધારો કરવામાં આવ્યો છે. કેન્દ્રીય કેબિનેટની મંજૂરી બાદ ઓબીસી ક્રીમી લેયરને વાર્ષિક 6 લાખની આવકથી વધારીને 8 લાખની કરવામાં આવી છે. સરકારના આ નિર્ણયથી ઓબીસીમાં આવતા વધુ લોકોને સરકારી નોકરી અને ભરતીમાં અનામતનો ફાયદો મળશે.

કેન્દ્રીય નાણાં પ્રધાન અરુણ જેટલીએ કેન્દ્રીય કેબિનેટના મહત્વના નિર્ણયની જાહેરાત કરતા ઓબીસી ક્રીમી લેયરની મર્યાદામાં વધારાની જાહેરાત કરી. જેટલીએ કહ્યું કે સરકારે ઓબીસી ક્રીમી લેયરને વાર્ષિક 6 લાખની આવકથી વધારી 8 લાખ કરવાનો નિર્ણય કર્યો છે.

તેમણે ક્હ્યું છે કે ઓબીસીમાં ઉપવર્ગીકરણની સમીક્ષા કરવા માટે એક પંચની પણ રચના કરવામાં આવશે. ઓબીસી ક્વોટા પર અધ્યક્ષ નિયુક્ત થયા બાદ 12 સપ્તાહમાં કમિશન રિપોર્ટ આપશે. આ પંચ બંધારણના અનુચ્છેદ-340 હેઠળ કમિશન બનાવવામાં આવશે. કમિશને અધ્યક્ષની નિયુક્તિના 12 સપ્તાહમાં રિપોર્ટની સોંપણી કરશે.

અત્યાર સુધી 6 લાખ કે તેથી વધુ વાર્ષિક આવક ધરાવતા ઓબીસી પરિવારને લાભાર્થીઓની યાદીમાંથી હટાવી દેવાયા હતા. આ વર્ગને ઓબીસીના કોઈ લાભો નહોતા મળતા. પરંતુ સરકારના ધ્યાને આવ્યું હતું કે દર વર્ષે અનામત ક્વોટાની બેઠકો ખાલી રહેતી હતી અને તેનો ફાયદો કોઈને મળતો નહોતો એટલે ઓબીસી અનામતનો લાભ વધારે લોકોને મળે તે માટે ક્રીમી લેયરની મર્યાદા વધારાઈ છે.

ક્રીમી લેયર એટલે શું ?

ક્રીમી લેયરમાં આવેલા પછાત વર્ગના લોકો અનામતના દાયરામાંથી બહાર થઈ જતા હતા. સરકારી નોકરીઓ અને શૈક્ષણિક સંસ્થાઓમાં ઓબીસી માટે 27 ટકા અનામત છે. પરંતુ શરત છે કે પરિવારની આર્થિક આવક ક્રીમી લેયરના દાયરામાં ન હોય. જેમની વાર્ષિક આવક સરકારે નક્કી કરેલી મર્યાદાથી વધારે હોય તેને ક્રીમી લેયરમાં મુકવામાં આવે છે અને તેને અનામતના લાભો મળતા નથી. આ પહેલા 2013માં ઓબીસી અનામતની સમીક્ષા કરવામાં આવી હતી.

 

Related posts

પીવી સિંધુએ આ આંતરરાષ્ટ્રીય ટુર્નામેન્ટનો ખિતાબ કર્યો પોતાને નામ, ફાઇનલમાં આપી માલાવિકા બંસોદને માત

GSTV Web Desk

રાહત / છેલ્લા 24 કલાકમાં કોરોનાના કેસોમાં મોટો ઘટાડો, રાજ્યમાં આજરોજ નોંધાયા આટલા કેસો

GSTV Web Desk

Corona Update / રાજકોટ હોસ્પિટલમાં કોરોના વિસ્ફોટ, ડોક્ટર સહિત આટલા કર્મચારીઓ થયા એકસાથે સંક્રમિત

GSTV Web Desk
Do NOT follow this link or you will be banned from the site!