GSTV

Photos: શપથવિધિ સમારોહમાં આ VVIP ઉપસ્થિત રહ્યાં

Last Updated on December 26, 2017 by

ગુજરાત વિધાનસભાની ચૂંટણી પૂર્ણ થયા બાદ આખરે મંગળવારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહની ઉપસ્થિતિમાં ગુજરાત રાજ્યના 16મા મુખ્યપ્રધાન તરીકે વિજય રૂપાણીએ અને નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલે શપથ લીધા છે. ગાંધીગરમાં આજે સવારે 11 વાગ્યે સચિવાલયના હેલિપેડ ગ્રાઉન્ડ ખાતે શપથવિધી યોજાઈ હતી.

ગાંધીનગરમાં આજે સવારે 11 વાગ્યે યોજાયેલા શપથવિધી સમારોહમાં ભાજપના નેતાઓ, ભાજપ શાસિત રાજ્યોના મુખ્યપ્રધાન અને સાધુ-સંતો ઉપસ્થિત રહ્યાં હતાં. શપથવિધી સમારોહમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી, રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ અને બિહારના મુખ્યપ્રધાન નીતિશકુમાર એકસાથે જોવા મળ્યા હતા.

આ પ્રસંગે ભાજપના કેન્દ્રીય ગૃહપ્રધાન રાજનાથસિંહ અને ભાજપના સિનિયર નેતા લાલકૃષ્ણ અડવાણી ઉપસ્થિત રહ્યાં હતાં.

શપથવિધી સમારોહમાં ગુજરાતના પૂર્વ મુખ્યપ્રધાન કેશુભાઈ પટેલ હાજર રહ્યાં હતાં. જ્યારે રાજકારણમાં સક્રિય રહેનારા પણ વિધાનસભા ચૂંટણી પૂર્વે કોંગ્રેસ સાથે છેડો ફાડનારા શંકરસિંહ વાઘેલા અને વડાપ્રધાન મોદી હાથ મિલાવતાં નજરે પડ્યાં હતાં. તો પૂર્વ સંરક્ષણ પ્રધાન અને ગોવાના મુખ્યપ્રધાન મનોહર પાર્રિકર ઉપસ્થિત રહ્યાં હતાં.

ભવ્ય રીતે યોજાયેલા શપથવિધી સમારોહમાં ભાજપના સિનીયર નેતા લાલકૃષ્ણ અડવાણી, અરૂણાચલ પ્રદેશના મુખ્યપ્રધાન પેમા ખાંડુ, પૂર્વોત્તર રાજ્ય મણિપુરના મુખ્યપ્રધાન બિરેનસિંહ અને ભાજપના નેતા કૈલાસ વિજયવર્ગીય પણ ઉપસ્થિત રહ્યાં હતાં.

Related posts

હોટલ માલિકને ફસાવવા તરકટ/ મહિલા PSIના નામે અભદ્ર મેસેજ બનાવ્યો પરંતુ પોતેજ ફસાયો

Pritesh Mehta

માતાપિતા માટે લાલબત્તી સમાન કિસ્સો / શહેર ક્રાઇમ બ્રાન્ચે કરી 4 સગીર આરોપોની લૂંટ કેસમાં ધરપકડ

Pritesh Mehta

ફાયરિંગ/ અમદાવાદમાં ક્રાઈમ પેટ્રોલ ભજવાઈ : સીરિયલ જોઈને સંબંધી વેપારી પાસે માગી 5 લાખની ખંડણી, આ હતો પ્લાન

Pritesh Mehta
Do NOT follow this link or you will be banned from the site!