દિલ્હીના વિજ્ઞાન ભવનમાં કૃષિ મંત્રી નરેન્દ્ર સિંહ તોમરે નવા કૃષિ બિલનો વિરોધ કરી રહેલા ખેડૂતો સાથે થયેલી બેઠકમાં કહ્યુ હતું કે, લઘુતમ ટેકાના ભાવ (MSP)ને કોઈ પણ પ્રકારની ક્ષતિ આવશે નહીં. ખેડૂત નેતાઓની પ્રતિક્રિયા બાદ તેમણે સ્પષ્ટ કહ્યુ હતું કે, એમએસપીમાં કોઈ ફેરફાર કરવામાં આવશે નહીં.
The govt is holding talks & the issue that will come up during discussion will definitely reach to a solution. That is why I appeal to farmers to end their agitation so that people of Delhi don't face problems that they are facing due to protests: Agriculture Minister NS Tomar pic.twitter.com/Z7lWYRSllF
— ANI (@ANI) December 3, 2020
કેન્દ્ર સરકારના ત્રણ મંત્રીઓ, નરેન્દ્ર સિંહ તોમર, રેલ્વે મંત્રી પિયુષ ગોયલ અને વાણિજ્ય મંત્રી ઓમ પ્રકાશે 40 કિસાન સંગઠનના નેતાઓ સાથે દિલ્હીના વિજ્ઞાન ભવ ખાતે આજે ચોથી વાર બેઠક ગોઠવી હતી.જો કે, આ બેઠકમાં પણ અગાઉની માફક કોઈ નિરાકરણ આવ્યુ નથી.

They (agitating farmers) also expressed their concerns over an Ordinance on stubble burning and the Act on electricity. The govt is open to consider & discuss these issues as well: Union Agriculture Minister Narendra Singh Tomar pic.twitter.com/MzWh6l5LjB
— ANI (@ANI) December 3, 2020
કૃષિ કાયદા પર સમાધાન કરવા ખેડૂતો તૈયાર નથી
કિસાન સંગઠનો નવા કૃષિ બિલને પાછા ખેંચવાની માગ કરી રહ્યા છે. તેઓ આ બિલને લઈને સરકાર સાથે કોઈ પણ પ્રકારનું સમાધાન કરવા રાજી નથી. હજારો ખેડૂતો સરકાર પાસે નવા કૃષિ કાયદાને હટાવાની માગ કરી રહ્યા છે. કારણ કે, તેમને એ ચિંતા સતાવી રહી છે કે, તેનાથી માર્કેટયાર્ડની વ્યવસ્થા ખતમ થઈ જશે.
The govt is holding talks & the issue that will come up during discussion will definitely reach to a solution. That is why I appeal to farmers to end their agitation so that people of Delhi don't face problems that they are facing due to protests: Agriculture Minister NS Tomar pic.twitter.com/Z7lWYRSllF
— ANI (@ANI) December 3, 2020
ખેડૂતો જણાવી રહ્યા છે કે, આ કાયદો ફક્ત ઉદ્યોગપતિઓને ધ્યાને રાખીને બનાવ્યો છે. જો કે, સરકારે ખેડૂતોને અશ્વાસન આપ્યુ છે કે, આવુ કંઈ નહીં થાય. સરકારે ખેડૂતોને એવા દરેક મુદ્દા વિશે ધ્યાન દોરવા કહ્યુ છે, જેનાથી ખેડૂતોને પરેશાની થઈ શકે છે.
Govt will contemplate about seeing that APMC is further strengthened & its usage increases. New laws lay down provision for pvt mandis outside purview of APMC. So, we'll also contemplate about having an equal tax for pvt as well as mandis under AMPC Act: Agriculture Minister https://t.co/qIK4UJrzJI
— ANI (@ANI) December 3, 2020
સંસદમાં સત્ર બોલાવાની માગ
કેન્દ્ર સરકારે ખેડૂતોના કાયદા દ્વારા મળનારી જોગવાઈ પર ચર્ચા કરવા માટે એક કમિટિ બનાવાની ભલામણ કરી છે. જો કે, ખેડૂત સંગઠનો તેનાથી માનવા રાજી નથી. ખેડૂતો આ કાયદાને દૂર કરવા માટે સંસદનું વિશેષ સત્ર બોલાવાની માગ પર અડગ રહ્યા છે.
READ ALSO
- ઉર્વશી રાઉતેલાએ ફ્લોન્ટ કર્યા સેક્સી કર્વ્સ, સોશ્યલ મીડિયા પર મચી ધમાલ
- અમદાવાદ/ ખાનપુરમાં ડિમોલિશનની કાર્યવાહીનો સ્થાનિકો દ્વારા ઉગ્ર વિરોધ, ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે કામગીરી શરૂ
- 50 પૈસા વ્યાજે રૂપિયાની લાલચમાં સુરતીએ 8.42 લાખના દાગીના ગુમાવ્યા, 3 દિકરી, પત્ની અને ભત્રિજી દાગીના વિનાની થઈ ગઈ
- ‘સેટ પર તો બધા મને…’ બોલ્ડ સીન કરતી વખતે થાય છે કેવો અનુભવ, સની લિયોનીએ કર્યો મોટો ખુલાસો
- પુલવામાની ઘટના આતંકવાદી હુમલો નહોતો પણ ભાજપે ચૂંટણી જીતવા માટે CRPF ના 40 જવાનોનું લોહી રેડ્યું