GSTV
Home » News » લ્યો સાંભળો, માત્ર મહિલાઓનાં ખાતામા જ નાખવામાં આવશે 72,000 રૂપિયા- કૉંગ્રેસ

લ્યો સાંભળો, માત્ર મહિલાઓનાં ખાતામા જ નાખવામાં આવશે 72,000 રૂપિયા- કૉંગ્રેસ

Rahul Gandhi

કોંગ્રેસે દેશના ગરીબ પરિવારનોને મહિને 6 હજાર રૂપિયાની રકમ આપવાનું ચૂંટણી વચન આપ્યું છે. ન્યૂનત્તમ આવક યોજના નામથી તૈયાર કરેલી આ યોજનાથી કોંગ્રેસને ગરીબ વર્ગને ખુશ કરવાની વાત કરી છે. તો હવે તેમાંય મહિલાઓને આકર્ષવાના પ્રયાસો કરાયા છે. પ્રવક્તા રણદીપ સુરજેવાલાએ જાહેરાત કરી કે આ યોજના અંતર્ગત દેશના સૌથી ગરીબ પાંચ કરોડ પરિવારને લાભ મળશે. અને માત્ર મહિલાઓના ખાતામાં જ 72 હજાર રૂપિયા દર વર્ષે મળશે. સુરજેવાલાએ જણાવ્યું કે આ યોજના શહેર અને ગામડાના ગરીબોને લાભ પહોંચાડશે.

કોંગ્રેસ પ્રવક્તા રણદીપ સુરજેવાલાએ ગરીબો માટે કોંગ્રેસની ન્યાય યોજનાના વખાણ કરીને પીએમ મોદી પર પ્રહાર કર્યા. તેમણે પીએમ મોદીને પાખંડી અને અહંકારી કહ્યા. સુરજેવાલાએ કહ્યું કે ભાજપ આજે આ સ્કીમનો વિરોધ કરી રહી છે. પાખંડી નરેન્દ્ર મોદી અમેરીનું દેવુ માફ કરી રહ્યા છે પરંતુ ગરીબોને ફાયદો પહોંચાડનારી યોજનાનો વિરોધ કરી રહ્યા છે.

READ ALSO

Related posts

ભડકાઉ અફવા ફેલાવવા બદલ વોટ્સએપ, ફેસબુક, ટ્વીટર અને ટીક-ટૉક પર FIR નોંધાઈ

Pravin Makwana

કૌભાંડ : જે ખેડૂતોનું બેંકમાં ખાતુ જ નથી તેમને સરકારે ખાતામાં સહાયની રકમ ચુકવી

Nilesh Jethva

કોરોના વાયરસનો કહેર ખાડીના દેશમાં પહોંચ્યો, ઈરાનના ઉપરાષ્ટ્રપતિને લાગ્યો ચેપ

Pravin Makwana
Do NOT follow this link or you will be banned from the site!