GSTV
Home » News » સૌથી ખૂબસુરત સાંસદ બની દુલ્હન, નુસરત જહાંની આ તસવીરો પરથી નજર નહી હટાવી શકો

સૌથી ખૂબસુરત સાંસદ બની દુલ્હન, નુસરત જહાંની આ તસવીરો પરથી નજર નહી હટાવી શકો

એક્ટ્રેસમાંથી સાંસદ બનેલી નુસરત જહાંએ કલકત્તાના બિઝનેસમેન નિખિલ જૈન સાથે લગ્ન કરી લીધાં છે. કપલે સોશિયલ મીડિયા પર વેડિંગ લુકમાં પહેલી તસવીર શેર કરી છે. તસવીર શેર કરતાં નુસરતે લખ્યું કે, Towards a happily ever after with @nikiljain09

રેડ કલરના લહેંગામાં નુસરત ખૂબ જ સુંદર લાગી રહી હતી. ત્યાં નિખિલ જૈન ઑફ વ્હાઇટ કલરની શેરવાનીમાં હેન્ડસમ લાગી રહ્યો હતો. દુલ્હનના જોડામાં નુસરતની આ પહેલી તસવીર છે જે ખૂબ વાયરલ થઇ રહી છે.

હલ્દી સેરેમનીની એક તસવીર સામે આવી છે જેમાં નુસરત ભાવુક લાગી રહી છે. આ ફોટો નુસરતે ફાધર્સ ડે પર શેર કર્યો હતો. તસવીરમાં નુસરત પિતાને ભેટીને રડતી નજરે આવી રહી છે.

નુસરત જહાના લગ્નમાં નજીકના મિત્રો અને સંબંધીઓએ હાજરી આપી હતી. નુસરતે તુર્કીના બોરડમમાં નિખિલ સાથે સાત ફેરા લીધાં.

નુસરત 15 જૂને બોરડમ માટે રવાના થઇ હતી. નુસરત સાથે તેની મિત્ર મિમિ ચક્રવર્તી પણ હોવાની ચર્ચા છે.

મિમિ પશ્વિમ બંગાળના જાધવપુરથી સાંસદ છે. ત્યાં નુસરત બશીર હાટથી ટીએમસી સાંસદ છે.

નુસરત 29 વર્ષની છે. તેની ગણતરી સૌથી ખૂબસુરત યુવા સાંસદોમાં થાય છે. નુસરત જહાં બંગાળી સિનેમામાં મોટુ નામ છે.

મમતાની પાર્ટી તૃણમૂલ કોંગ્રેસ તરફથી નુસરત જહાંએ પશ્વિમ બંગાળની બશીરહાટ લોકસભા સીટ પરથી પહેલીવાર ચૂંટણી લડી હતી અને સફળ પણ થઇ.

નુસરત માટે આ એક મોટી સિદ્ધી છે જેના કારણે તે મીડિયામાં છવાયેલી છે.

Read Also

Related posts

બૉલીવુડનાં 7 એક્ટર્સ જેમની ફિલ્મોએ લોકોમાં જગાવ્યો દેશભક્તિનો ભાવ

Mansi Patel

21 યુવાનોએ મુંડન કરાવી ભાજપ સરકારનું કર્યું બારમું !

Mayur

71માં ગણતંત્ર દિવસની ઉજવણીમાં ડૂબ્યો દેશ, ફોટામાં જુઓ રોશનીનાં ઝગમગાતી ઈમારતો

Mansi Patel
Do NOT follow this link or you will be banned from the site!