GSTV
Gujarat Government Advertisement

લગ્નને ભારતમાં જ નથી માન્યતા તો તલાકનો સવાલ જ નથી, ગ્લેમરસ સાંસદ નૂસરત જહાંએ પતિ સાથે તોડ્યા સંબંધો

Last Updated on June 9, 2021 by Zainul Ansari

બંગાળી ફિલ્મોની અભિનેત્રી અને ટીએમસીની ગ્લેમરસ સાંસદ નૂસરત જહાંએ પોતાના પતિ નિખિલ જૈન સાથેના સબંધો તોડવાની જાહેરાત કરી છે.

ઉલ્લેખનીય છે કે, એક વર્ષ પહેલા નૂસરતે નિખિલ જૈન સાથે લગ્ન કર્યા હતા. તુર્કીમાં યોજાયેલા લગ્નની તસવીરો સોશિયલ મીડિયા પર પણ ભારે વાયરલ થઈ હતી. જોકે નૂસરત જહાંએ આજે પોતે જ એક નિવેદન આપ્યુ હતુ કે, તુર્કીના મેરેજ રજિસ્ટ્રેશન એકટ પ્રમાણે આ લગ્ન ગેરકાયદે છે. અમારા અલગ અલગ ધર્મ હોવાથી સ્પેશિયલ મેરેજ એકટ હેઠળ રજિસ્ટ્રેશન જરુરી હતું. જે ક્યારેય કરવામાં આવ્યું નહોતું. કાયદા પ્રમાણે તો આ લગ્ન હતા જ નહી પણ કદાચ તેને લિવ ઈન રિલેશનશિપ કહી શકાય.

આમ લગ્ન નહીં થયા હોવાથી છૂટાછેડા લેવાનો સવાલ ઉભો થતો નથી. અમે બહુ પહેલાં અલગ થઈ ગયા હતા. આ બાબતે મેં અત્યાર સુધી જાહેરમાં વાત કરી નહોતી. હું મારી પ્રાઈવેટ લાઈફને મારા પૂરતી જ સિમિત રાખવા માંગતી હતી.

નૂસરત જહાં તેના પતિથી છેલ્લા 6 મહિનાથી અલગ થઈને રહેતી હતી. તેના પતિ નિખિલ જૈને કહ્યું હતું કે, જે દિવસે મને ખબર પડી કે નૂસરત મારી સાથે નહીં પણ બીજા કોઈ સાથે રહેવા માંગે છે તે જ વખતે મેં કેસ કર્યો હતો. હું ભવિષ્યમાં નૂસરત સાથે કોઈ સબંધ રાખવા માંગતો નથી.

Bangladeshi actress Nusrat Jahan

બીજી તરફ નૂસરત જહાંએ કહ્યુ છે કે, હું મારી બહેન અને પરિવારનો ખર્ચો જાતે ઉઠાવી રહી છું પણ કેટલાક લોકો તેની ક્રેડિટ લેવાનો પ્રયત્ન કરી રહ્યા છે. હું કોઈના ક્રેડિટ કાર્ડનો ઉપયોગ કરી રહી નથી. આ બાબતે હું બેન્ક સાથે વાત કરવાની છું અને પોલીસમાં પણ ફરિયાદ કરવાની છું.

Read Also

Gujarat Government Advertisement

Related posts

એક વર્ષ પૂર્ણ/ જવાનોની શહાદતને યાદ કરીને સોનિયાએ મોદી સરકાર પર માર્યા ચાબખા, હજુ પણ નથી થયું સ્પષ્ટીકરણ

Pritesh Mehta

સારવાર / 60 હજારના ઈન્જેક્શનની કમાલ, કોરોનાનો ડેલ્ટા વેરિઅન્ટ ધરમૂળથી નાબુદ, 24 કલાકમાં લક્ષણ પણ ગુમ

Harshad Patel

તણાવ / ચીનની લુચ્ચાઈને પગલે લદ્દાખમાં ભારતે 50 હજારથી વધુ જવાનોને તૈનાત કર્યા, કરી રહ્યું છે આ આડોડાઈ

Dhruv Brahmbhatt
Do NOT follow this link or you will be banned from the site!