GSTV

દેવી દુર્ગા બનીને ફોટોશૂટ કરાવ્યો નુસરત જહાંએ, લોકોને ખૂબ પસંદ આવી રહ્યો છે સાંસદનો આ અવતાર

લોકસભા સાંસદ અને અભિનેત્રી નુસરત જહાં આમ તો મોટા ભાગે અલગ અલગ બાબતોને લઈ ચર્ચામાં રહેતી હોય છે. પોતાના ફેન્સ માટે તે ફોટા અને વીડિયો શેર કરતી હોય છે. જેને લોકો પણ ખૂબ પસંદ કરી રહ્યા છે. ફરી એક વાર તેણે આ રીતના ફોટા શેર કર્યા છે.જેને લોકો ખૂબ લાઈક કરી રહ્યા છે.

View this post on Instagram

Shubho mahalaya… সকল কে.

A post shared by Nusrat (@nusratchirps) on

હકીકતમાં હાલમાં જ નુસરત જહાંએ એક વીડિયો શેર કર્યો છે. આ તસ્વીર અને વીડિયોમાં ખાસ વાત એ છે કે, તેમાં તે માં દુર્ગાના અવતારમાં જોવા મળી રહી છે. જ્યાં તેણે હાથમાં ત્રિશૂલ પકડી માં દુર્ગાના અવતારમાં જોવા મળી રહી છે. નુસરત જહાંની આ તસ્વીરો લોકોને ખૂબ પસંદ આવી રહી છે. ફેન્સ પણ વખાણ કરી રહ્યા છે.

આ વીડિયોમાં સૌથી દમદાર વાત તો એ છે કે, તે બ્લૂ બોર્ડરવાળી રેડ સાડી, હાથમાં ત્રિશૂલ પકડી માં દુર્ગાના અવતારમાં ફોટોશૂટ કરતી જોવા મળી હતી. વીડિયોમાં નુસરત જહાંના એક્સપ્રશંસ પણ ગજબના છે. લોકો આ વીડિયો પર જબરદસ્ત કમેન્ટ કરી રહ્યા છે.

આપને જણાવી દઈએ કે, નુસરક જહાં વર્ષ 2019થી તૃણમૂલ કોંગ્રેસની ટિકિટ પર બશીરહાટ સીટ પરથી જીત મેળવી લોકસભામાં પહોંચી છે. નુસરત જહાં એક અભિનેત્રી અને બંગાળી ફિલ્મોનું પ્રખ્યાત નામ છે.

READ ALSO

Related posts

આઇપીએલમાં ટ્વીસ્ટ: બોલર્સના પ્રતાપે બેંગ્લોરને પછાડી સનરાઇઝર્સ હૈદરાબાદે જીતી લીધી મેચ

pratik shah

IPL 2020: જસપ્રિત બુમરાહે જીતી લીધી પર્પલ કેપ, ઓરેન્જ કેપમાં લોકેશ રાહુલ મોખરે

pratik shah

VIDEO/ ઓ બાપ રે આ શું, અહીં 50 ફૂટ લાંબો એનાકોંડા જોવા મળ્યો !

Pravin Makwana
Do NOT follow this link or you will be banned from the site!