GSTV
Home » News » બોલ્ડ અવતારમાં નજરે પડી સોનૂ કે ટીટૂ કી સ્વીટી, જીત્યો મોસ્ટ સ્ટાઈલિશનો એવોર્ડ

બોલ્ડ અવતારમાં નજરે પડી સોનૂ કે ટીટૂ કી સ્વીટી, જીત્યો મોસ્ટ સ્ટાઈલિશનો એવોર્ડ

સોનૂ કે ટીટૂ કી સ્વીટી, પ્યાર કા પંચનામા અને ડ્રીમ ગર્લ જેવી ફિલ્મોમાં પોતાની દમદાર એક્ટિંગથી દર્શકોનું દિલ જીતવા વાળી 34 વર્ષીય અભિનેત્રી નુસરત ભરૂચા પોતાની ઓળખ બનાવવામાં સફળ રહી હતી. નુસરત ફક્ત એક્ટિંગમાં જ નહી પરંતુ ફેશન ઈન્ડસ્ટ્રીમાં પણ જાણીતું નામ છે. ઉલ્લેખનીય છે કે દિગ્ગજ ફેશન ડિઝાઈનમર મનીષ મલ્હોત્રા માટે રેમ્પવોક કરવાવાળી નુસરતનો સ્ટાઈલ પણ તેમની ઓળખ છે.

જીક્યુ એવોર્ડ દરમ્યાન નુસરત એકદમ સ્ટાઈલિશ અને બોલ્ડ અંદાઝમાં પહોંચી હતી. નુસરતે ફેશન ડિઝાઈનર રોહિત ગાંધી અને રાહુલ ખન્ના દ્રારા ડિઝાઈન કરવામાં આવી બ્રોન્ઝ કલરની શોર્ટ મેટાલિક ડ્રેસ પહેરી છે. ડ્રેસનો બેકલેસ અને કટઆઉટ ડિઝાઈન ખૂબજ અલગ છે. અને બોલ્ડ લુક આપી રહ્યો છે.

નુસરત આ બોલ્ડ ડ્રેસમાં પોતાનાં કર્વ્સ અને ટેટુંને ફ્લોન્ટ કરતા નજરે પડી રહી હતી. નુસરતનો લુકને ચાંદની જટાકિયાએ સ્ટાઈલ કર્યો છે. લુકને એક્સેસરીઝ સાથે વધારે ઓવરડૂ ન કરતા સિંપલ અને આકર્ષક રાખ્યો છે. ડ્રેસ સાથે કાળા રગમાં સ્લીક સ્ટ્રેપી હિલ્સ સાથે પોતાનો લૂક પૂર્ણ કર્યા છે.

મેકઅપની વાત કરીએ તો dewy લુક સાથે આંખો પર શિમર શેડો સાથે ઉપયોગ કર્યો છે. પોતાનાં હેયરડૂ માટે નુસરતે ગીલે-બાલો વાળો લુક કેરી કર્યો છે. જેનાથી તેના લુકમાં વધારે આકર્ષણ આવ્યું છે.

READ ALSO

Related posts

કેરલ: રાજ્યપાલ આરિફ મોહમ્મદને હટાવવાનો પ્રસ્તાવ, સ્પીકરે નોટિસ માન્ય રાખી

Pravin Makwana

ફક્ત 25 રન અને ટી-20 ઈન્ટરનેશનલમાં ધોનીનો રેકોર્ડ તોડશે વિરાટ કોહલી

pratik shah

બોયફ્રેન્ડ સાથે પકડાઈ નવવધુ, ગામલોકોએ પકડી બંનેના નાક કાપી નાખ્યા

Pravin Makwana
Do NOT follow this link or you will be banned from the site!