Last Updated on April 6, 2021 by Chandni Gohil
અક્ષય કુમારનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યા બાદ રામસેતુ ફિલ્મમાં અક્ષય સાથે કામ કરનાર હિરોઈનો નુસરત ભરૂચા અને જેક્લિન ફર્નાન્ડિઝ ડરી ગઈ છે. તે બંનેએ ખુદને આઈસોલેટ કરી લીધી છે. અને તમામ સાવધાનીઓનું ધ્યાન રાખી રહી છે. નૂસરત મહામારીથી બચવા જરૂરૂ તમામ ઉપાયો અપનાવી રહી છે. નૂસરતે પોતાની ઈન્સ્ટા સ્ટોરી પર એક બૂમરેંગ વીડિયો શેર કર્યો છે. જેમાં તે સ્ટીમ લેતી જોવા મળી છે. વિક્કી કૌશલ પણ કોરોનાનો શિકાર થયો છે.

મનોરંજન જગતે લોકડાઉન પછી ઝડપથી કામ શરૂ કર્યું છે, હવે તેટલી જ તેજ ગતિથી કોરોના કલાકારોને પોતાની ચપેટમાં લઇ રહ્યો છે. કોરોના વાઈરસની અડફેટમાં આવનારા સેલિબ્રિટીઓની યાદીમાં ઉમેરો સતત ચાલુ છે. ટેલિવિઝન જગતના કાલાકારો શુભાંગી અત્રે, કનિકા માન, નારાયણી શાસ્ત્રી, અબરાર કાજી, રાજવીર સિંહ, રાજન શાહી કોરોનાની અડફેટમાં આવ્યા હોવાની માહિતી મળી છે. આ પહેલા અનુપમા સિરીયલની મુખ્ય પાત્ર રૂપાલી ગાંગુલીનો ટેસ્ટ પણ કોરોના પોઝિટિવ આવ્યો હતો.
હાલ આ દરેક કલાકાર હોમ ક્વોરન્ટાઇન થયા છે, અને ડોકટરની સલાહ પ્રમાણે સારવાર અને પોતાની કાળજી રાખી રહ્યા છે.
અમિતાભ બચ્ચન, ગોવિંદા, રણબીર કપુર, આલિયા ભટ્ટ, સહિત બોલિવૂડ તથા ટેલિવૂડના લગભગ કલાકારો કોરોનાનો શિકાર બની ચૂક્યા છે.
READ ALSO
- ખુશખબર: ગોકુલધામમાં થશે પોપટલાલની દુલ્હનિયાની એન્ટ્રી, આ વખતે યુવતીએ હા પાડી દીધી
- લીમડાના પાનના આ ચોંકાવનારા ફાયદા તમે નહીં જાણતા હોય, દિવસમાં આટલા પાન ખાઓ અને થઇ જાઓ રોગમુક્ત
- ટી-20 વર્લ્ડકપ/ અમદાવાદમાં રમાઈ શકે છે ફાઈનલ મેચઃ પાકિસ્તાની ટીમનો ભાગ લેવાનો રસ્તો ક્લિયર, ભારત સરકારની વીઝા માટે સંમતિ
- કોરોનાનો કહેર/ સ્મશાનો ફૂલ તો કોલોનીમાં કરાયા અગ્નિસંસ્કાર, વીડિયો વાયરલ થતાં બેસાડી તપાસ
- કામની વાત/ લૉકડાઉનમાં શરૂ કરો આ બિઝનેસ, અત્યારે છે શાનદાર સ્કોપ અને બંપર કમાણીનો મોકો
