GSTV
World

Cases
2953049
Active
2287105
Recoverd
350446
Death
INDIA

Cases
83004
Active
64426
Recoverd
4337
Death

52 દિવસથી ડ્યૂટી પર છે નર્સ, વીડિયો કૉલ પર દિકરીને જોઇને ધ્રૂસકે-ધ્રૂસકે રડી પડી

નર્સ

દુનિયાભરમાં કોવિડ-19ના દર્દીઓની સારવાર અને સારસંભાળ કરી રહેલા ડોક્ટરો અને નર્સોએ અનેક પ્રકારના ઇમોશનલ પડકારોનો સામનો કરવો પડી રહ્યો છે. આ લોકો પોતાના પરિવાર-બાળકોને ઘરમાં મૂકીને સમાજ માટે આગળ આવીને કોરોના વાયરસ જેવી ભયાનક બિમારી સામે દરેક મોર્ચે લડી રહ્યાં છે. આવી જ એક ભાવુક કરી દે તેવી કહાની મધ્ય પ્રદેશના મંદસોરથી આવી છે. જ્યાં નર્સ શાંતા પવાર ગત 52 દિવસોથી પોતાના ઘરે નથી ગઇ.

શાંતા પવારને કોરોના વાયરસના સંદિગ્ધ અને પ્રાઇમરી હેલ્થ સેંટરમાં દર્દીઓની સારવાર કરવાની ડ્યૂટી આપવામાં આવી છે. જેના કારણે તે પોતાના પરિવારને ગત 52 દિવસથી નથી મળી. તે પોતાની ત્રણ વર્ષની દિકરી સાથે વીડિયો કૉલ પર વાત કરે છે. તેના હાલચાલ પૂછે છે અને રડી પડે છે. નર્સ શાંતા પવાર રોજ 12થી 14 કલાક દર્દીઓની સારવાર માટે આપે છે.

શાંતાએ જણાવ્યું કે તે અહીં ગત 52 દિવસથી દરરોજ કામ કરી રહી છે. તેની એક ત્રણ વર્ષની દિકી છે. જે ઘરે આવવા માટે કહે છે, મને પણ તેની રોજ યાદ આવે છે. આવી સ્થિતિમાં મળવુ ખૂબ જ મુશ્કેલ થઇ ગયું છે. તેથી અમે વીડિયો કૉલ પર વાત કરી લઇએ છીએ. આ ઉપરાંત તેણે જણાવ્યું કે મારી સાસુ મારી દિકરીનું ખૂબ જ ધ્યાન રાખે છે અને હિંમત આપે છે. કારણ કે આ સમયે મારી જરૂર હોસ્પિટલને સૌથી વધુ છે.

વીડિયો કોલ પર વાત કરતા મને મારી દિકરી ખૂબ જ હિંમત આપે છે. તે કહે છે કે મમ્મા ચિંતા ના કરીશ હું તને લેવા આવીશ. આ ઉપરાંત તે કહે છે કે મોદીજી જ્યારે લોકડાઉન ખોલશે હુ પપ્પા સાથે તને લેવા માટે આવીશ. મારી દિકરી મને હંમેશા રડવાની ના પાડે છે. મારી સાસુ મને કહે છે કે મારી દિકરી મને ખૂબ યાદ કે છે. દિકરી સાથે વાત કરતાં કરતાં શાંતાની આંખો છલકાઇ આવે છે.

મંદસૌર જિલ્લાના પિપલિયો મંડી હોસ્પિટલના મેડિકલ ઑફિસર આસિફ ખાનનું કહેવુ છે કે, અમારા ત્યાં એક સિસ્ટર છે શાંતા પવાર જે છેલ્લા 52 દિવસથી પોતાના ઘરે નથી ગઇ. તે અહીના ક્વોરન્ટાઇન સેંટરમાં સેવા આપી રહી છે. અમને તેના પર ગર્વ છે. અમે ઇચ્છીએ છીએ કે જલ્દી આ મહામારીનો અંત આવે અને તે પોતાના ઘરે જઇને પોતાની 3 વર્ષની દિકરીને મળે.

Read Also

Related posts

મોટર ડ્રાઇવીંગ સ્કૂલને પણ છુટછાટ આપવામાં આવે તેવી ઉઠી માંગ, 25 હજારથી વધુ લોકો આ રોજગાર સાથે છે સંકળાયેલા

pratik shah

જૈન સમાજના સંતોને વિહાર દરમિયાન અડચણ ઉભી ન થાય તે માટે મુખ્યમંત્રી એહકારાત્મક પગલાં લેવાની તત્પરતા દર્શાવી

pratik shah

કોરોનાની મહામારી વચ્ચે કોંગ્રેસ ‘સ્પીક અપ ઇન્ડિયા’ કેમ્પેઇન કરશે શરૂ, લોકોને પડતી હાલાકીનો મુદ્દો ઉઠાવશે

pratik shah
Do NOT follow this link or you will be banned from the site!