આખાદેશ માં જ્યારે કોરોના વાયરસના સંક્રમણનું જોખમ વધી ગયું છે, ત્યારે ફરી એક વખત ડોક્ટર અને નર્સ પૃથ્વી ઉપર ભગવાન ની ભૂમિકા ભજવી રહ્યા હોય તેમ ઉભરીને આવ્યા છે. આવો જ એક હ્રદય ને સ્પર્શી જાય એવો કિસ્સો છત્તીસગઢમાં સામે આવ્યો છે. જ્યાં એક નર્સના બલિદાનને દરેક વ્યક્તિ બિરદાવી રહી છે.
આખો પરિવાર કોરોના વાયરસ થી થયો સંક્રમિત:
કોરબા જિલ્લામાં એક આખો પરિવાર કોરોના વાયરસથી સંક્રમિત થઇ ગયો છે, જેમાં પરિવારની 2 મહિલાઓ પણ છે. પરિવાર ના બધા જ લોકો રાયપુરની AIIMS હોસ્પિટલ માં સારવાર હેઠળ છે. જ્યાં 2 મહિલાઓ પોતાની સાથે 2 નવજાત બાળકીઓ ને પણ સાથે લઈ ને આવી છે,જોકે સારી વાત એ છે કે આ બન્ને બાળકીઓની માતા કોરોના સંક્રમિત હોવા છતાં તેમના રીપોર્ટ નેગેટિવ આવ્યા છે, હવે ડોકટરો સામે મોટી સમસ્યા એ હતી કે આ બાળકીઓ ની સારસંભાળ કોણ કરશે, કેમ કે બન્ને બાળકીઓની માતા કોરોના સંક્રમિત હોવાથી તેઓ પોતાનુ દૂધના પીવડાવી શકતી નથી.
માનવતાનો પરિચય આપી રહી છે આ નર્સ
આ કપરા સમય માં આ મસુમો ની વ્હારે AIIMS હોસ્પિટલની એક નર્સ આવી છે અને માતા તરીકેની ગરજ સારી રહી છે, માનવતાનું ઉત્તમ ઉદાહરણ દાખવી રહી છે, અને એક માંની જેમ આ બાળકીઓને સાચવી રહી છે, તે આ બાળકીઓ ને PPE કીટ પહેરીને પોતાનું દૂધ પીવડાવી રહી છે અને તેમની દેખરેખ રાખી રહી છે, જ્યારે આ બાળકીઓ રોવે તો તેમને તરતજ પોતાના ખોળામાં લઇ ને ચૂપ કરાવે છે.
READ ALSO
- VIDEO/ ઓ બાપ રે, રોડ પર ગાડી લઈને નિકળી પડ્યું આ ટેણિયું, ગાડીઓની કાપી રહ્યું છે સાઈડ
- આખરે ક્યારે હટશે રાત્રી કરફયૂ?, ગૃહમંત્રી પ્રદીપસિંહ જાડેજાએ કરી સ્પષ્ટતા
- જાણવા જેવા નિયમો: 2000ની નોટ ફાટી જાય તો બેંક કેટલું આપશે રિફંડ, આ પ્રકારની નોટો બેંક ક્યારેય નહીં સ્વિકારે
- સુરતમાં કોરોના રેપિડ ટેસ્ટનું મસમોટું કૌભાંડ આવ્યું સામે, વધુ ટેસ્ટિંગ બતાવવા ધન્વંતરી આરોગ્ય રથના કર્મચારીઓનું કારસ્તાન
- PUBG મોબાઈલ ગેમના રસિકો માટે મોટા સમાચાર, હવે TikTok બાદ….