GSTV

અમેરિકાના અલાબામા અને જ્યોર્જિયામાં ભયંકર વાવાઝોડું, 23ના મોત

Last Updated on March 5, 2019 by Mayur Vora

અમેરિકાના અલાબામા અને જ્યોર્જિયામાં ત્રાટકેલા ભયંકર વાવાઝોડાંએ કેર વર્તાવ્યો. જેમા અત્યાર સુધીમાં ૨૩ લોકોના મોત થયા છે. ૩૩૦ કિલોમીટર પ્રતિકલાકની ઝડપે ફૂંકાયેલી હવામાં કેટલાક મોબાઈલ હોમ્સ પડી ભાંગ્યા હતા. અમેરિકાના અલબામા અને જ્યોર્જિયામાં ભયંકર વંટોળ ઉઠયો હતો. ૩૩૦ કિલોમીટર પ્રતિકલાકની ઝડપે ફૂંકાયેલી હવામાં ઘણાં લોકોને ઈજા થઈ હતી. કેટલાક ઘર તબાહ થઈ ગયા હતા અને કેટલાય મોબાઈલ હોમ્સ ભાંગીને ભૂક્કો થયાં હતા.અલબામાના લી કાઈન્ટીમાં વધુ વિનાશ વેરાયો હતો. લી કાઉન્ટીના શેરીફે એક નિવેદમાં કહ્યું હતું કે અસંખ્ય લોકોને આ વંટોળની અસર થઈ છે. આખા વિસ્તારમાં અંધારપટ થયો હતો, તે કારણે લગભગ ૪૦ હજાર લોકોએ અંધારામાં રાત વીતાવી હતી.

અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ટ્વીટ કરીને અસરગ્રસ્ત લોકોને આશ્વાસન આપ્યું હતું. અલબામા ઉપરાંત જ્યોર્જિયા, ફ્લોરિડા અને સાઉથ કેરોલિનામાં એલર્ટ જારી કરવામાં આવ્યો હતો. ૨૫૫થી ૩૩૦ કિલમીટર પ્રતિકલાકની ઝડપે હવા ફૂંકાઈ હતી એ કારણે વૃક્ષો ધરાસાઈ થયા હતા.

તોફાનની પહોળાઈ ૫૦૦ મીટર હતી અને કેટલાય કિમીની લંબાઈ હોવાના કારણે હજુ ય અસરગ્રસ્તોની સંખ્યા વધે તેવી શક્યતા વ્યક્ત કરવામાં આવી હતી. સ્થાનિક તંત્રએ બચાવકામગીરી આરંભીને લોકોને સલામત સ્થળે ખસેડયા હતા. ધ્વસ્ત થયેલા મકાનોનો કાટમાળ ખસેડવાની પ્રક્રિયા હાથ ધરાઈ હતી, એ દરમિયાન મૃતદેહો મળવાનું શરૃ થયું હતું.

Related posts

જો પ્રિયંકા ગાંધી મારી સામે ચૂંટણી લડશે તો સ્પષ્ટ થઈ જશે કે હવે રાયબરેલી કોંગ્રેસનો ગઢ રહ્યુ નથી : અદિતિ સિંહ

GSTV Web Desk

ઓમિક્રોન સંક્રમણને રોકવા ન્યૂઝીલેન્ડના વડાપ્રધાને લીધો મહત્વપૂર્ણ નિર્ણય, વર્તમાન પરિસ્થિતિ અંગે વ્યક્ત કર્યું દુઃખ

GSTV Web Desk

કાયદા બધા માટે સમાન / જાગૃત નાગરિકે પોલીસને કરાવ્યું કાયદાનું ભાન, ટ્રાફિક પોલીસે નો પાર્કિંગ, નંબર પ્લેટ, કાળા કાચ અને પીયૂસીનો ફાડ્યો મેમો

GSTV Web Desk
Do NOT follow this link or you will be banned from the site!