GSTV

તમારા વાહનની આવી નંબરપ્લેટ હોય તો કઢાવી નાંખજો, એક જ દિવસમાં હજારો લોકોને પડ્યો મોટો ફટકો કારણ કે…

Last Updated on July 8, 2019 by Bansari

જો તમે કાર કે ટુ-વ્હીલર દ્વારા ક્યાંય જઇ રહ્યાં હોય તો પહેલાં ટ્રાફિક દસ્તાવેજ, હેલ્મેટ અને નંબર પ્લેટ બરાબર ચેક કરી લેજો, કારણ કે આજકાલ એક ઓપરેશન ચલાવવામાં આવી રહ્યું છે જેનું નામ છે ઓપરેશન ક્લીન-7. એવા લોકોએ તો સાવધાન થઇ જવાની ચોક્કસપણે જરૂર છે જેની નંબર પ્લેટ પર કંઇકને કંઇક લખ્યુ છે.

હકીકતમાં આ ઓપરેશન નોએડામાં ચાલી રહ્યું છે. નોએડામાં ગૌતમબુદ્ધ નગર પોલીસે ઓપરેશન ક્લીન-7 અંતર્ગત રવિવારે સાંજે 6.30 વાગ્યાથી રાતે 10 વાગ્યા સુધીમાં તપાસ અભિયાન ચલાવ્યું. આ દરમિયાન આશરે 1457 વાહનોની એવી નંબર પ્લેટ હટાવવામાં આવી જેની પાછળ જાતિ સૂચક, દબંગાઇ વાળા વાક્યો કે શબ્દો લખેલા હોય અથવા તો તે કાળી કે દૂષિત હોય. આ અભિયાન દરમિયાન નગરક્ષેત્રમાં 62 વાહન સીઝ કરવામાં આવ્યાં અને 561 વાહનોના ચાલાન કાપવામાં આવ્યાં. આ ઉપરાંત ટ્રાફિક પોલીસે 601 વાહનોના ચાલાન કાપ્યાં.

અભિયાનમાં કુલ 99 વાહન સીઝ કરવામાં આવ્યાં. 1457 વાહનોનું ચાલાન કાપ્યું. આ અભિયાન અંતર્ગત ટુ-વ્હીલર કે ફોર વ્હીલર અથવા અન્ય કોઇ વાહન જેના પર નંબર પ્લેટ નિયમાનુસાર લગાવવામાં નથી આવી અથવા તો પરિવહન સાથે સંબંધિત નિયમોનું ઉલ્લંઘન કરવામાં આવ્યું હોય તે તમામ વાહનોનાં ચાલાન કાપવામાં આવ્યાં છે.

નંબર પ્લેટ પર ગુર્જર, ઠાકુર, બ્રાહ્મણ જેવા શબ્દો

જે પણ નંબર પ્લેટ પર ગુર્જર, ઠાકુર, બ્રાહ્મણ કે પછી અન્ય શબ્દ કે વાક્ય લખવામાં આવ્યાં હતાં તે તમામનાં ચાલાન કાપવામાં આવ્યાં. તેવી વોર્નિંગ પણ આપવામાં આવી છે કે જો ફરીથી આવું જોવા મળશે તો ગાડી સીઝ થઇ જશે. નોએડા એસએસપી વૈભવ કૃષ્ણએ જણાવ્યું કે ખોટી નંબર પ્લેટ તથા નંબર પ્લેટ વિનાના વાહનોથી શહેરમાં ક્રાઇમ વધી રહ્યો છે. તેથી આવા વાહનોને ચિહ્નિત કરી તેનાપર કાર્યવાહી થઇ રહી છે.

Read Also

Related posts

બોડેલી પંથકના ખેડૂતોની બદતર હાલત,બે દિવસમાં બદલાઇ ગઇ પરીસ્થિતી:આકાશમાંથી વરસી આફત

pratik shah

આરજેડીના બિહાર સરકાર પર આક્ષેપ, નીતીશકુમાર લૂંટાવી રહી છે રાજ્યનો ખજાનો: તેજસ્વી યાદવ

Pritesh Mehta

પંજાબ કોંગ્રેસમાં ખટરાગ / પૂર્વ સીએમએ કોંગ્રેસના બે દિગ્ગજ નેતાઓને ગણાવ્યા ‘અનુભવ વગરના બાળકો’

Pritesh Mehta
Do NOT follow this link or you will be banned from the site!