GSTV

નંબર વન ટેનિસ ખેલાડી નોવાક યોકોવિચ યુએસ ઓપનમાં રમશે

યોકોવિચ

વર્ષની ચાર ગ્રાન્ડસ્લેમ ટેનિસ ટુર્નામેન્ટ પૈકીની એક એવી યુએસ ઓપન ટેનિસ ટુર્નામેન્ટમાંથી આ વર્ષે એશ્લે બાર્ટી અને રફેલ નડાલે પોતાના નામ પરત ખેંચી લીધા છે. આ બંને ખેલાડી ગયા વર્ષે અનુક્રમે વિમેન્સ અને મેન્સ કેટેગરીમાં ચેમ્પિયન હતા. કોરોના વાયરસની બીમારી અને તેને કારણે વિદેશ પ્રવાસમાં રહેલા જોખમને કારણે આ બંનેએ ટુર્નામેન્ટમાં નહી રમવાનો નિર્ણય લીધો હતો. જોકે આ બંનેને કોરોના થયો ન હતો પરંતુ હવે એવા સમાચાર આવ્યા છે કે જે ખેલાડીને કોરોના થયો હતો તેવો સર્બિયાનો નોવાક યોકોવિચ યુએસ ઓપનમાં રમવાનો છે.

નોવાક યોકોવિચ આ ટુર્નામેન્ટમાં રમશે તો યુએસ ઓપનનું આકર્ષણ જળવાઈ રહેશે

આમ નોવાક યોકોવિચ જેવો ખેલાડી આ ટુર્નામેન્ટમાં રમશે તો યુએસ ઓપનનું આકર્ષણ જળવાઈ રહેશે. આયોજકોએ તાજેતરમાં જ ભાગ લેનારા ખેલાડીઓની યાદી જારી કરી હતી. 31મી ઓગસ્ટથી 13મી સપ્ટેમ્બર દરમિયાન ન્યૂયોર્કમાં યોજાનારી આ ટુર્નામેન્ટનો મેઇન ડ્રો ત્રીજી ઓગસ્ટના એટીપી ક્રમાંક પરથી ઘડવામાં આવ્યો હતો હવે તેમાં ભાગ લેનારા ખેલાડીઓના ક્રમાંક ટુર્નામેન્ટ શરૂ થવાના થોડા દિવસ અગાઉ જાહેર થશે.

અગાઉ બુધવારે રફેલ નડાલે ટ્વિટ કરીને માહિતી આપી હતી કે ઘણી વિચારણા બાદ મેં આ વખતની યુએસ ઓપનમાં ભાગ નહીં લેવાનો નિર્ણય લીધો છે. સમગ્ર દુનિયામાં અત્યારે પરિસ્થિતિ નાજુક છે અને કોરોનાના કેસમાં સતત વધારો થઈ રહ્યો છે. એમ લાગે છે કે કોરોના પર આપણો કોઈ પ્રકારનો અંકુશ જ રહ્યો નથી.

19 વખતના ગ્રાન્ડસ્લેમ ટાઇટલ વિજેતા નડાલે જણાવ્યું હતું કે આ વર્ષે ચાર મહિનાથી ટેનિસ રમાયું નથી અને વાર્ષિક ટેનિસ કેલેન્ડરને ટૂંકાવી દેવામાં આવ્યું છે તે હું જાણું છું. અત્યારે સમય ખરાબ ચાલી રહ્યો છે. તેના આયોજન માટે જે પ્રયાસો થઈ રહ્યા છે તેનાથી પણ હું માહિતગાર છું અને તે માટે હું આયોજકોનો આભારી છું.

યુએસ ઓપનના આ વર્ષે મેન્સ વિભાગમાં ટોપ-10માંથી સાત ખેલાડી રમવાના છે. જેમાં ત્રણ વખતના ચેમ્પિયન યોકોવિચ ઉપરાંત ઓસ્ટ્રેલિયાનો ડોમિનક થિયેમ, ગયા વર્ષનો રનર્સ અપ મેડવેડેવ, જર્મનીનો એલેકઝાન્ડર ઝ્વેરેવનો સમાવેશ થાય છે. વિમેન્સ વિભાગમાં ટોપ-10માંથી સિમોના હાલેપ, કેરોલિના પ્લિસકોવા, સોફિયા કેનીન, એલિના સ્વિતોલીનાનો સમાવેશ થાય છે.

Read Also

Related posts

બનાસકાંઠા જિલ્લાના અંતરિયાળ વિસ્તારમાં સારવારના નામે છેતરપિંડી, સારવાર દરમિયાન મહિલાનું મોત થતા હોબાળો

Nilesh Jethva

આ શહેરના કલેકટરનો આદેશ, ડોક્ટરો, મેડિકલ અને પેરામેડિકલ સ્ટાફે કોરોનાનું કામ ફરજિયાત કરવું પડશે, નહીં તો થશે કાર્યવાહી

Nilesh Jethva

ભ્રષ્ટાચારના વિરોધમાં આ શિક્ષકે લખેલી ટપાલે અધિકારીઓને કરી દીધા દોડતા

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!