કોરોના વાયરસને કારણે ફિલ્મોની રિલીઝથી માંડીને તેના શૂટિંગ સુધી તમામ પ્રક્રિયા ધીમી પડી ગઈ છે. છેલ્લા કેટલાક મહિના મનોરંજન ઉદ્યોગ માટે અત્યંત ખરાબ રહ્યા હતા. હવે ધીમે ધીમે તેની ગાડી પાટા પર ચડી રહી હોય તેમ લાગે છે. ફિલ્મો અને ટીવી સિરિયલના શૂટિંગની મંજૂરી મળી રહી છે અને હવે તમામ ઉંમરના કલાકારો તેમાં કામ કરી રહ્યા છે.

આમ તો ફિલ્મોની રિલીઝ અટકી ગઈ છે પરંતુ તે હવે રિલીઝ થશે તો કયા કલાકારની ફિલ્મ સારી ચાલશે તેવી અપેક્ષા રખાય છે જાણો છો? એક સર્વેમાં 12 હજારથી વધારે લોકોના અભિપ્રાય લેવાયા તેમાંથી 67 ટકા ગ્રામીણ અને 33 ટકા શહેરી લોકો હતા. તેમને સવાલ કરાયો કે કયો કલાકાર નંબર વન છે તો તેમાંના 24 ટકા લોકોએ અક્ષયકુમારનું નામ લીધું હતું.


23 ટકાએ અમિતાભ બચ્ચનને મત આપ્યો તો ત્રીજા ક્રમે રહેલા શાહરુખ ખાનને 11 અને સલમાન ખાનને 10 ટકા મત મળ્યા હતા. આમિર ખાનને માત્ર છ ટકા લોકોએ મત આપ્યા તો અજય દેવગણ, રણવીરસિંહ અને રિતીક રોશનને ચાર ચાર ટકા મત સાંપડ્યા હતા.

દેશના માત્ર બે જ ટકા લોકોનું માનવું છે કે રણબીર કપૂર અને શાહિદ કપૂર નંબર વન હીરો છે. આયુષમાન ખુરાના, સૈફ અલી ખાન, કાર્તિક આર્યન અને રાજકુમાર રાવને એક ટકા મત મળ્યા હતા. આ ઉપરાંત પાંચ ટકા એવા મત હતા જેમાં લોકો કોઈને નંબર વન માનતા નથી.
READ ALSO
- જાણો આ વર્ષે કયારે છે વિવાહ માટેના શુભ મુહૂર્તો, કયારે-કયારે થશે માંગલિક કાર્યો
- દેશના વિવિધ પ્રદેશો સાથે સ્ટેચ્યુ ઓફ યુનિટિને જોડતી આઠ ટ્રેનોનું પીએમ મોદીએ કર્યું ઈ-લોકાર્પણ, લીલી ઝંડી બતાવીને ટ્રેનોને કરાવી પ્રસ્થાન
- દિલ્હી: EDનું મોટું એક્શન, હવાલા કારોબારમાં સંડોવાયેલ 2 ચીની નાગરિકોની કરી ધરપકડ
- કેવડિયા/ નવા રેલ્વે સ્ટેશનનું થશે લોકાર્પણ, સીએમ રૂપાણી સહિત રાજ્યપાલ છે ઉપસ્થિત
- લેસ્બિયન અફેર : ભાડાના મકાનમાં સાથે રહેતા હતા એક છોકરો અને એક છોકરી, આ રીતે ખુલ્યું રહસ્યય