ચોટીલામાં કોળી સમાજના સંમેલનમાં લોકોની સંખ્યા જોઈને કોંગ્રેસ માટે પેટમાં દુખાવો થઈ શકે છે

ચોટીલામાં આજે અખિલ ભારતીય કોળી સમાજનું મહાસંમેલન મળ્યું. જેમાં પીએમ મોદીએ વીડિયો કોન્ફરન્સથી સંબોધન કર્યુ હતું. તો સીએમ વિજય રૂપાણીએ પણ સભાને સંબોધી હતી. ચોટીલા સાયલા રોડ પર કોળી સમાજના મહાસંમેલનમાં ભારે મેદની એકઠી થઇ. સમાજના આર્થિક શૈક્ષણિક અને સામાજીક વિકાસના ઉદેશ્ય સાથે યોજાયું હતું. મહાસંમેલનને વિડીયો કોન્ફરન્સના માધ્યરમથી પીએમ મોદીએ સંબોધીને કહ્યું કે કોળી સમાજ સામાજીક એકતા ધરાવે છે તથા તેમની યુવા પેઢીમાં અત્યારે વિકાસની અદમ્ય ઝંખના જોવા મળે છે.

તો વિજય રૂપાણીએ સંબોધન કરીને કહ્યું કે રાજય સરકાર વિવિધ સમાજના યુવકોને ઉચ્ચો શિક્ષણ મળે અને રોજગારી, નોકરીની તકો પ્રાપ્તે થાય તે માટે રાજય તથા કેન્દ્રા સરકારની વિવિધ શૈક્ષણિક સ્વનરોજગારીની યોજનાઓની અમલવારી માટે રાજય સરકાર કામ કરી રહી છે. પ્રદેશ પ્રમુખ જીતુ વાઘાણીએ કહ્યું કે સમાજના છેવાડાના માનવી મુખ્ય પ્રવાહમાં ભળે તે માટે સરકાર કટીબધ્ધ છે. તો કેબીનેટ પ્રધાન કુંવરજીભાઈ બાવળીયાએ જણાવ્યું કે આ સંમેલન એ સમગ્ર સમાજની એકતા અને અખંડીતાનું પ્રતીક છે.

ADVERTISEMENT
GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Youtube Twitter