અધધધ.. આ પોલિસ એવો દાવો કરે છે કે રેપ સહિત ક્રાઈમનાં કેસમાં 25-70 ટકા ઘટાડો થયો

મોંઘવારી સાથે સાથે ક્રાઈમનાં આકડા વધે છે એવું બધાને લાગતું હશે પણ અહીં આકડા કંઈક અલગ જ કહી રહ્યાં છે. દિલ્હીમાં પહેલેનાં સાપેક્ષમાં ક્રાઇમની ઘટનાં ઓછી થઈ છે એવો દાવો કર્યો છે દિલ્હી પોલિસે. દિલ્હી પોલીસ દ્વારા બહાર પાડવામાં આવેલ ક્રાઇમના આંકડાઓ પર ધ્યાન આપીએ તો આ વર્ષે 30 સપ્ટેમ્બર સુધીમાં ગુના બહુ ઓછા થયાં છે. પાછલા વર્ષની સરખામણીમાં તો દરેક પ્રકારના ક્રાઇમમાં 25-70 ટકા ઘટાડો થયો છે.

આંકડાઓ પણ જણાવે છે કે ક્રાઇમમાં ઘટાડો થયો છે, ગુનાઓમાં સતત વધારો થતો હતો તેમની ગતિ પણ ઓછી થઈ છે. પોલીસના આંકડા અનુસાર, સપ્ટેમ્બર 30, 2018 સુધી 1,639 રેપ કેસ નોંધાયા હતા જ્યારે વર્ષ 2017 ની આ આંકડો 1,673 હતા. આ દરમિયાન 2018માં ત્રાસવાદના 2,535 કેસ આવ્યા હતા, જ્યારે 2017માં આ આંકડો 2,610 હતો.

તેવી જ રીતે 30 સપ્ટેમ્બર 2018 સુધી 357 મર્ડર કેસ મળ્યા, જ્યારે 2017માં 385 મર્ડર રિપોર્ટ થયા હતાં. લૂટનાં કેસની વાત કરીએ તો તેમાં ઘણો ઘટાડો થયો છે. વર્ષ 2017 માં સ્નેચિંગના 6,772 બનાવો થયા હતા, જ્યારે આ વર્ષે 5,034 કેસ નોંધાયા છે. તેવી જ રીતે 2017નાં સમયગાળામાં જ્યાં લૂટનાં 2,230 કેસ આવ્યા, 2018માં 1852 કેસ થયા.

છેલ્લા કેટલાક વર્ષોમાં ચોરીનાં કેસમાં સતત વધારો થતો હતો, પરંતુ આ વર્ષેનો આકડો ઘણો ઓછો લાગ્યો. વર્ષ 2016માં ચોરીનાં 14,307 કેસ આવ્યા હતા. 2017માં આ નંબર 9,819 થયો અને 2018માં સપ્ટેમ્બર 30 સુધી 3,090 કેસ નોંધાયા છે. પોલીસ દ્વારા સ્પષ્ટ કરવામાં આવ્યું છે કે આ આંકડામાં ઇ-એફઆઈઆર નોંધાયેલ છે કે ક્રાઇમ આંકડામાં સમાવેશ થાય છે કે નહીં.

ગાડી ચોરીનાં કેસ વર્ચ્યુઅલ પોલીસ સ્ટેશનમાં ઑનલાઇન દાખલ થાય છે. વારાદત્તની આ કેટેગરીમાં વધારો જોવા મળ્યો છે. વર્ષ 2017 ના 30 સપ્ટેમ્બર સુધીના સમયગાળા દરમિયાન 20,449 કેસ આવ્યા હતા, જ્યારે 2018 માં 33,273 કેસ ઉભા થયા હતા. એટલે કે દરરોજ લગભગ 125 વાહન ચોરી થાય છે. જાનલેવા ઘટનાની જો વાત કરીએ તો એ પણ વધે છે. ગયા વર્ષે જ્યાં 1,087 અકસ્માતમાં પીડિતની જાન ગઈ, તો આ જ વર્ષે આ આંકડો 1,136 છે, એટલે 10% વધારો. કિડનૅપિંગ કેસ પણ વધ્યા છે.

પોલીસ દ્વારા રજૂ કરાયેલ આંકડામાં સૌથી અગત્યની વાત એ છે કે ખૂન જેવા ગુનામાં ઘણો ઘટાડો થાય છે. ગયા વર્ષે સપ્ટેમ્બર સુધીમાં સમયગાળા દરમિયાન ગુનાનાં 4,853 કેસ નોંધાયા હતા, જે આ વર્ષે 4,295 હતા.

ADVERTISEMENT
GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Youtube Twitter