અમદાવાદમાં ઓક્સિજનની જરૃરીયાતવાળા કોરોનાના ગંભીર દર્દીઓ દિવસને દિવસે વધી રહ્યા છે ત્યારે ૧૦૮ એમ્બ્યુલન્સ કલાકો બાદ પણ ન મળતા સરકારે એમ્બ્યુલન્સની સંખ્યા વધારીને ૧૨૫ સુધી કરી છે પરંતુ તેમ છતાં હજુ સુધી સ્થિતિ ઘણી જ ખરાબ છે અને એમ્બ્યુલન્સના અભાવે દર્દીઓ મરી રહયા છે.

સરકારના સરકારી હોસ્પિટલો માટેના મિસમેનેજન્ટને લઈને હજુ પણ સ્થિતિ ખરાબ
અમદાવાદમાં ૭૦ લાખથી વધુની વસતી સામે ૧૦૮ એમ્બ્યુલન્સ જ્યાં કોરોનાની ક્રિટિકલ પરિસ્થિતિમાં ૫૨થી ૫૫ હતી ત્યારે એમ્બ્યુલન્સની સંખ્યા વધારીને ૭૨ કરાયા બાદ થોડા દિવસ પહેલા ફરી ૧૦૮ એમ્બ્યુલન્સ વધારીને ૧૨૫ કરવામા આવી છે. પરંતુ એએમસીના અણઘડ વહિવટ અને સરકારના સરકારી હોસ્પિટલો માટેના મિસમેનેજન્ટને લઈને હજુ પણ સ્થિતિ ખરાબ છે. હજુ પણ ગંભીર દર્દીઓને ૧૦૮ એમ્બ્યુલન્સ માટે ૫થી૭ કલાક રાહ જોવી પડે છે.

૧૦૮ની ફાળવણીને લઈને પણ ભેદભાવની અનેક ફરિયાદો ઉઠી
બીજી બાજુ ઓક્સીજન વગર પેશન્ટ મરવાની કગાર પર હોય છે અને અન્ય પ્રાઈવેટ વાહન કે એમ્બ્યુલન્સમાં દર્દીઓને સરકારી હોસ્પિટલોમાં દાખલ કરવામા આવતા નથી. ૧૦૮ની ફાળવણીને લઈને પણ ભેદભાવની અનેક ફરિયાદો ઉઠી છે. હાલ ૧૦૮ દ્વારા ૭૦થી ૭૫ ટકા દર્દીઓને સિવિલ હોસ્પિટલમાં જ મોકલવામા આવે છે અને સિવિલ હોસ્પિટલમાં ૧૨૦૦ બેડમાં દાખલ થવા માટે દર્દીઓ ૧૦૮મા પડયા રહે છે.
૧૦૮ની લાંબી લાઈનો સિવિલ બહાર કલાકો સુધી લાગેલી રહે છે.૯૦૦ બેડની હોસ્પિટલ જીએમડીસી ખાતે આજથી શરૃ કરાયા બાદ ધન્વંતરી રથની એમ્બ્યુલન્સ પણ ૧૦૮માં ઉમેરી દેવામા આવી છે પરંતુ તેમ છતાં પણ દર્દીઓની સંખ્યા ખૂબ જ વધી રહી છે અને હજુ પણ એમ્બ્યુલન્સ ઓછી પડી રહી છે ત્યારે ૧૦૮નું સંચાલન જો હવે આ જ રીતે ચાલતુ રહેશે તો સ્થિતિ પુરી કંટ્રોલ બહાર જતી રહેવાની દહેશત છે.
Read Also
- Shocking Video! પૈસા આપવા છતાં કપડાંના કારણે બાળકોને રેસ્ટોરન્ટમાંથી કાઢ્યા બહાર, વીડિયો જોયા પછી આવી જશે ગુસ્સો
- ભારતીય રૂપિયો ફરી તૂટ્યો, પ્રતિ યુએસ ડોલરે 78.96નું થયું ઐતિહાસિક ભંગાણ
- પતિ શાહિદ કપૂરને પોતાની તરફ ખેંચી મીરાએ કરી દીધી કિસ, વિડીયો જોઈ તમે પણ શરમાઈ જશો
- PM નરેન્દ્ર મોદી ૪થી જુલાઇએ ગુજરાતની મુલાકાતે, રાજ્યના CM ઉપરાંત કેન્દ્ર સરકારના બે મંત્રીઓ રહેશે હાજર
- વિકાસ/ ગુજરાતમાં ૩૭૬૦.૬૪ કરોડના ખર્ચે ૩૪ નેશનલ હાઇવે બનાવશે મોદી સરકાર, અમદાવાદ અને સૌરાષ્ટ્રમાં અહીં બનશે નવા ફ્લાય ઓવર