GSTV
Home » News » સની અને ડેનિયલના ન્યૂડ ફોટોશૂટે સોશિયલ મીડિયા પર મચાવી ધૂમ

સની અને ડેનિયલના ન્યૂડ ફોટોશૂટે સોશિયલ મીડિયા પર મચાવી ધૂમ

સામાન્ય રીતે સની લિયોનીની તસવીરો સોશિયલ મીડિયા પર ધૂમ મચાવતી હોય છે પરતુ તાજેતરમાં સની લિયોનીએ પતિ ડેનિયલ સાથે PETA માટે ફોટોશૂટ કરાવ્યું હતું. તેમનું આ ફોટોશૂટ સોશિયલ મીડિયા પર ધૂમ મચાવી રહ્યું છે. આ ફોટોશૂટ ‘એનિમલ ફ્રી ફેશન કેમ્પેઇન’ માટે કરવામાં આવ્યું છે. આ કેમ્પેઇન ફેશન માટે ઉપયોગમાં લેવાતા પશુઓના ચામડા વિરુદ્ધ છે. આ તસવીરમાં સની લિયોની અને ડેનિયલ ન્યૂડ જોવા મળી રહ્યાં છે.

 

 

 

આ તસવીરમાં ડેનિયલના શરીર પર રહેલા ટેટૂ સ્પષ્ટપણે જોઇ શકાય છે. આ કેમ્પેઇન અનુસાર કહેવામાં આવી રહ્યું છે કે પોતાની ત્વચા સાથે આરામથી રહો અને પશુઓને પણ તેમ જ કરવા દો. આ કેમ્પેઇન અંગે સનીએ જણાવ્યું કે આપણે એક એવા વિશ્વમાં રહીએ છીએ, જેમાં શાકાહારી સામગ્રી અને તમામ માટેના વિકલ્પોમાં અદભૂત પ્રગતિ થઇ છે.

કોઇપણરૂપે ક્રૂરતાનું સમર્થન ન કરવું જોઇએ. પશુઓ સાથે દુર્વ્યવ્હાર કરવાના બદલે આપણી પાસે સિંથેટિક ચામડુ, નકલી મગર અને અશુદ્ધ ફર જેવા અનેક વિકલ્પો છે. આ અંગે ડેનિયલે જણાવ્યું કે આપણે પશુઓ માટે અવાજ બુલંદ કરવો જોઇએ અને સમજવું જોઇએ કે પશુઓ વિના આપણે પણ ધરતી પર ટકી નહી શકીએ. આપણે હળીમળીને શાંતિથી રહેવું જોઇએ અને એકબીજાને માન આપવું જોઇએ. PETA પશુઓની સારસંભાળ લેતી એક સંસ્થા છે.

આ અભિયાન સાથે બોલિવુડના અનેક કલાકારો પણ જોડાઇ ચુક્યા છે. સની લિયોની સામાન્ય રીતે સોશિયલ મીડિયા પર સક્રિય રહેતી હોય છે. તે પોતાના પતિ ડેનિયલ સાથેની પણ અનેક તસવીરો શેર કરતી હોય છે. તેણે ભલે આ તસવીર સોશિયલ મીડિયા પર શેર ન કરી હોય પરંતુ સની અને ડેનિયલની આ તસવીર સોશિયલ મીડિયા પર ધૂમ મચાવી રહી છે.

Related posts

કરીનાની સાસુ શર્મિલાએ જણાવ્યું પુત્રી અને વહુ વચ્ચે શું અંતર હોય છે, કારણ જાણી લાગશે નવાઈ

Dharika Jansari

દીપડાઓની વધતી જતી સંખ્યાને લઈ લેવાયો આ નિર્ણય, કેન્દ્ર તરફથી લીલીઝંડી મળવાની રાહ

Mayur

હવે દીપડાઓ પર બાજ નજર રાખવા માટે રેડિયો કોલર પહેરાવીને જ જંગલમાં મુક્ત કરાશે

Mayur
Do NOT follow this link or you will be banned from the site!