GSTV

પરમાણુ હથિયારોથી સજ્જ અમેરિકન યુદ્ધપોત કાર્લ વિન્સનનું થશે ભારત આગમન, 4 દેશોના સંયુક્ત યુદ્ધાભ્યાસમાં લેશે ભાગ

Last Updated on October 11, 2021 by Pritesh Mehta

અમેરિકાનું પરમાણુ હથિયારોથી સજ્જ એરક્રાફ્ટ કાર્લ વિન્સન મલબાર યુદ્ધઅભ્યાસના બીજા ફેસમાં સામેલ થશે. આગામી 12થી 15મી ઓક્ટોબર દરમિયાન બંગાળની ખાડીમાં ભારત, અમેરિકા, જાપાન અને ઓસ્ટ્રેલિયાના નૌકાદળ વચ્ચે સંયુક્ત  યુદ્ધઅભ્યાસ કરવામાં આવશે.

યુદ્ધ અભ્યાસ દરમિયાન ચારેય દેશો તેમના ફન્ટલાઇન યુદ્ધજહાજોનું પ્રદર્શન કરશે અને અન્ય નૌકાદળની અન્ય શક્તિઓનું પ્રદર્શન પણ કરવામાં આવશે. મલબાર અભ્યાસના બીજા ફેઝમાં ભારતીય નૌકાદળ આઇ.એન.એસ. રણવિજય અને આઇ.એન.એસ. સાતપુડાને ઉતારશે.

પરમાણુ

આ ઉપરાંત એક સબમરીન તેમજ મેરીટાઇલ પેટ્રોલમાં વરાતું પી-81 પ્રકારનું લોન્ગરેન્જ વિમાન પણ ભારત તરફથી સામેલ થશે. ભારતીય નૌકાદળના પ્રવક્તા કમાન્ડર વિવેક માધવાલનું કહેવું છે કે મલબાર અભ્યાસના પહેલા ફેઝમાં ચારેય દેશો વચ્ચે બનેલા સારાં સંબંધો બીજા ફેઝ બાદ વધુ સારાં બનશે.

1983માં પ્રથમવાર દરિયામાં ઉતર્યા બાદ યુ.એસ.એસ. કાર્લ વિલ્સન અમેરિકાના ઘણાં મહત્વના ઓપરેશનનો ભાગ રહ્યું છે. જેમાં ઓપરેશન ડેઝર્ટ સ્ટ્રાઇક, ઓપરેશન ઇરાકી ફ્રીડમ, ઓપરેશન સધર્ન વોચ અને ઓપરેશન એન્ડયુરિંગ ફ્રીડમનો સમાવેશ થાય છે.

જાપાન મેરિટાઇમ સેલ્ફ ડિફએન્સ ફોર્સ હેલિકોપ્ટર કેરિયર જે.એસ. કાગા અને મુરાસામે ક્લાસ ડિસ્ટ્રોયર જે.એસ. મુરાસામેનું પ્રદર્શન કરશે. રોયલ ઓસ્ટ્રેલિયન નેવી તરફથી એચ.એમ.એ.એસ. બેલ્લારટ અને એચ.એમ.એ.એસ. સાઇરિયસનો સમાવેસ કરવામાં આવશે.

દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ, ફાયનાન્સ, અજબગજબ, ઓટો અને ટેક્નોલોજી સહિતના સમાચાર વાંચો જીએસટીવીની વેબસાઈટ પર, સાથે જ તમારા મોબાઈલ પર તમામ સમાચાર મેળવવા માટે અમારી Android App ડાઉનલોડ કરો…

MUST READ:

Related posts

મોંઘવારી ક્યાં અટકશે? વાવાઝોડા, અતિવૃષ્ટિના કુદરતી થપાટ બાદ આર્થિક માર, રાસાયણિક ખાતરના ભાવ વધારાથી ખેડૂતો લાલઘૂમ!

pratik shah

વાયરલ પડતાલ/ બેરોજગારોને દર મહિને 3500 રૂપિયા આપી રહી છે મોદી સરકાર, જોઈ લો શું છે સત્ય હકીકત

Pravin Makwana

કેરલમાં ભારે વરસાદથી તબાહી/ 18 લોકોના મોત, 22 ગુમ, NDRFની 11 ટીમો સહિત સશસ્ત્રદળોની મદદ લેવાઈ

Pravin Makwana
Do NOT follow this link or you will be banned from the site!