નેશનલ થર્મલ પાવર કોર્પોરેશન (એનટીપીસી) માં 280 પોસ્ટ્સ માટે અરજી કરવાની આજે છેલ્લી તારીખ છે. એક્ઝીક્યુટીવ એન્જીનીયર ટ્રેનીની જગ્યાઓ માટે ઓનલાઇન અરજીઓ આજ રાત સુધી કરી શકાશે. આ પદ માટે અરજી કરવા માંગતા તમામ ઉમેદવારો એનટીપીસીની સત્તાવાર વેબસાઇટ ntpc.co.in પર ઓનલાઇન અરજી કરી શકે છે. આ ખાલી જગ્યા માટે કોઈ પરીક્ષા લેવામાં આવશે નહીં. પરીક્ષા વિના નોકરીની આ એક સરસ તક છે. જો તમારે આ ખાલી જગ્યા માટે અરજી કરવી હોય તો નીચે આપેલી માહિતી કાળજીપૂર્વક વાંચો .
.

આવી રીતે કરો અરજી
આ પોસ્ટ્સ માટેની અરજી પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે. આમાં અરજી કરવા માટે, ઉમેદવારોએ પહેલા એનટીપીસીની ઓફિશિયલ વેબસાઇટ – ntpc.co.in પર જવું પડશે. અહીં તમારે ભરતી વિભાગ અથવા કારકિર્દી લિંકની મુલાકાત લઈને નોંધણી કરાવવી પડશે. જણાવી દઈએ કે નોંધણીની લિંક 10 જૂન 2021 એટલે કે આજ પછીથી દૂર કરવામાં આવશે.
આ વિભાગોમાં નોકરીઓ મળશે
જાહેર કરેલા જાહેરનામામાં કહેવામાં આવ્યું છે કે આ ખાલી જગ્યા હેઠળ નેશનલ થર્મલ પાવર કોર્પોરેશનમાં ઇલેક્ટ્રિકલ, મિકેનિકલ, ઇલેક્ટ્રોનિક ઇન્સ્ટ્રુમેન્ટેશન વિભાગોમાં નિમણૂક કરવામાં આવશે. આ પોસ્ટ્સ માટે અરજી કરતા ઉમેદવારોની મહત્તમ ઉંમર 27 વર્ષ હોવી જોઈએ. સંપૂર્ણ વિગતો માટે સત્તાવાર સૂચના તપાસો.
પસંદગી પ્રક્રિયા
આ ખાલી જગ્યા હેઠળ અરજી કરનારા ઉમેદવારો માટે ગેટ પરીક્ષા (GATE Exam) પાસ હોવું ફરજિયાત છે. આમાં ગેટ પરીક્ષાના સ્કોરના આધારે ઉમેદવારોની પસંદગી કરવામાં આવશે. આ ઉપરાંત ગ્રુપ ડિસ્કશન અને ઇન્ટરવ્યુ માટેના શોર્ટલિસ્ટ ઉમેદવારોની મેરિટ લિસ્ટ પણ ગેટ પરીક્ષાના જ સ્કોરકાર્ડમાંથી તૈયાર કરવામાં આવશે.
ALSO READ
- મહારાષ્ટ્ર / બળવાખોર ધારાસભ્યોની સુપ્રીમ કોર્ટમાં અરજી : અમારા જીવને જોખમ, રોજ મળી રહી છે ધમકીઓ
- સ્માર્ટ સિટીની સ્માર્ટ પહેલ / હવે વોટ્સએપ દ્વારા કોર્પોરેશનને કરો ફરિયાદ, AMCએ નંબર કર્યો જાહેર
- મહારાષ્ટ્ર સત્તા સંગ્રામ / રાજકીય ઘમાસાણ વચ્ચે આદિત્ય ઠાકરેનું નિવેદન, ‘હમ શરીફ ક્યાં હુએ, દુનિયા બદમાશ હો ગઈ’
- વર્લ્ડ રેકોર્ડ / સળંગ 10 કલાક સુધી 105થી વધુ ગીતો ગાયા, અમદાવાદની આ સંસ્થાએ સર્જ્યો વર્લ્ડ રેકોર્ડ
- Health Tips / તમારા રસોડામાં જ છે એક એવો મસાલો જે યુરિક એસિડ જેવી ઘણી સ્મસ્યોઓનો છે રામબાણ ઈલાજ