GSTV
Gujarat Government Advertisement

કામના સમાચાર/ 2 લાખ સુધી મળશે પગાર: NTPCમાં પડી છે આ જગ્યાઓ, આ વેબસાઈટ પર કરો અરજી

Last Updated on August 22, 2020 by Bansari

કોરોના કાળમાં લૉકડાઉન અને બીજાં કારણોથી અનેક લોકોએ નોકરી-વ્યવસાય ગુમાવ્યા હતા. એવા લોકો માટે એક સારા સમાચાર છે. નેશનલ થર્મલ પાવર કોર્પોરેશન (NTPC) દ્વારા ભરતીની જાહેરાત આવી હતી. આ ભરતી મેડિકલ સ્પેશયલિસ્ટ્સ માટેની છે. એમાં બાળરોગ નિષ્ણાત, સ્ત્રીરોગ નિષ્ણાત અને જનરલ મેડિસિનની ડિગ્રી ધરાવતા ઉમેદવારો અરજી કરી શકે છે. આ નોકરીમાં યોગ્ય ઉમેદવારોને બે લાખ રૂપિયા સુધીના પગારની ઑફર હતી.

મેડિકલ સ્પેશિલિસ્ટના 23 સ્થાનો ખાલી હોવાનું આ જાહેરાતમાં જણાવાયું હતું. એમાં 12 જનરલ મેડિસિન, પાંચ ગાયનેકોલોજિસ્ટ્સ અને છ પીડિએટ્રિક્સનો સમાવેશ થતો હતો. સરકારી જાહેરાતમાં જણાવાયા મુજબ જેમને અરજી કરવી હોય તેમણે ntpccareers.net વેબસાઇટ પર જઇને ત્યાંથી અરજીપત્રકો મેળવીને અરજી કરવાની છે.

આ જાહેરાતમાં યોગ્યતા પગાર અને અન્ય વિગતો પણ આપવામાં આવી હતી. સાથોસાથ એવી પણ સ્પષ્ટતા કરવામાં આવી હતી કે મિનિમમ દરેક ઉમેદવારને બે વર્ષનો અનુભવ હોવો જરૂરી હતો. અરજી કરવાની છેલ્લી તારીખ સપ્ટેંબરની બીજી તારીખ હોવાનું આ ઘોષણામાં જણાવાયું હતું.

READ ALSO

Gujarat Government Advertisement

Related posts

ખૂબ જ ટૂંક સમયમાં બદલાશે તમારી વોટ્સએપ ચેટની ડિઝાઇન, એપ્લિકેશનમાં કરવામાં આવી રહ્યા છે ફેરફાર

Vishvesh Dave

આ બેંકે 50 વર્ષથી વધુ ઉંમરના લોકો માટે રજૂ કર્યો વિશેષ એફડી પ્લાન, મળશે આ મોટા ફાયદાઓ

Vishvesh Dave

સસ્તા ઘર ખરીદવાની તક! પીએનબી 15 જૂને વેચી રહી છે 12865 મકાનો અને ખેતીની જમીન, ચેક કરો સંપૂર્ણ વિગતો

Vishvesh Dave
Do NOT follow this link or you will be banned from the site!