GSTV

આજે જાહેર થશે NTA NEET 2020 પરીક્ષાનું રિઝલ્ટ, આ રીતે કરી શકાશે ચેક

Last Updated on October 12, 2020 by pratik shah

નેશનલ એન્ટ્રન્સ કમ એલિજિબિલિટી ટેસ્ટ (NEET 2020)ના પરિણામો આજે 12 ઓક્ટોબરના રોજ નેશનલ ટેસ્ટિંગ એજન્સી NTA દ્વારા જાહેર કરવામાં આવશે. આ વર્ષે, NEET 2020ની પરીક્ષા 3800 કેન્દ્રો પર આયોજિત કરવામાં આવી હતી. પરીક્ષામાં કુલ ઉમેદવારો માંથી 90% ઉમેદવારો હાજર રહ્યા હતા.

NEET 2020

ઓફિશિયલ વેબસાઈટ પરથી કરી શકાશે ચેક

NTA દ્વારા NEET 2020ના પરિણામો જાહેર કર્યા બાદ તમામ ઉમેદવાર પોતાના સ્કોર ઓફિશિયલ વેબસાઈટ ntaneet.nic.in જોઈ શકે છે. NEET 2020 પરીક્ષા 13 સપ્ટેમ્બરના રોજ કોરોના મહામારી વચ્ચે યોજવામાં આવી હતી. આ ઉપરાંત, NEET UG આન્સર કી 26 સપ્ટેમ્બરના રોજ જાહેર કરવામાં આવી હતી. પરીક્ષાનું આયોજન કોરોના સંકટ વચ્ચે કરવામાં આવ્યું હતું. એવામાં આ વર્ષે જુદા જુદા રાજ્યો દ્વારા મફત પરિવહન અને રોકાણ માટેની વ્યવસ્થાની પણ જાહેરાત કરવામાં આવી હતી.

નીટનું પરિણામ ત્રણ સેક્શન અને સરેરાશ સ્કરોમાં ઉમેદવારના અંકોને આધારે તૈયાર કરાય છે. ઓવર ઓલ રો નંબર અને આ સિવાય 15 ટકા ઓલ ઇન્ડિયા કોટા કાઉન્સિલિંગ આ પહેલાં ઓવરઓલ રો માર્કમી ગણતરી કરાય છે. રો સ્કોરને પર્સિન્ટાઇલ સ્કોરમાં પરિવર્તિત કરવામાં આવે છે. આ પર્સન્ટાઈલ સ્કોરના આધારે એઆઈક્યું રેન્કિંગ તૈયાર કરાય છે.

NEET સ્કોરકાર્ડમાં ત્રણ વિભાગમાંના પ્રત્યેક માટે પર્સન્ટાઇલ સ્કોરનો ઉલ્લેખ અલગથી કરવામાં આવશે. આ સિવાય એકંદર ટકાવારીનો સ્કોર પણ છે. એસસી / એસટી / ઓબીસી માટે 40 ટકા અને પીડબ્લ્યુબીડી માટે 45 ટકા પર્સન્ટાઈલ સ્કોર છે.

આ બદલાશે

હવે, NEET સ્કોરકાર્ડના 720 ગુણમાંથી પરીક્ષામાં ઉમેદવારોનો એકંદર રો સ્કોર પણ હશે. કાચા ગુણની ગણતરી દરેક સાચા જવાબો માટે 4 અંક ગુણ ઉમેરીને અને દરેક ખોટા સામે ૧ અંક કાપીને ગણતરી કરવામાં આવશે. સ્કોર કાર્ડ પર સેક્શન આધારે રો માર્કસનો ઉલ્લેખ કરવામાં નહીં આવે.

આ રીતે રેન્કિંગ નક્કી કરવામાં આવે છે

છેલ્લે, 15 ટકા એઆઇક્યુ રેન્ક છે. આ રેન્ક એવા વિદ્યાર્થીઓને આપવામાં આવે છે જેઓ જરૂરી લઘુતમ ટકાવારી પ્રાપ્ત કરે છે. પછી રેન્કિંગ એકંદરે પર્સન્ટાઇલ સ્કોરના આધારે કરવામાં આવે છે. જો પર્સન્ટાઇલ વધારે છે તો તેનો અર્થ થાય છે ઉચ્ચ ક્રમ.

જો બે કે તેથી વધુ ઉમેદવારોને સમાન ગુણ મળે, તો બાયોલોજીમાં ઉચ્ચ ગુણ મેળવવા માટે ટાઇ-બ્રેકિંગ કરવામાં આવે છે. છતાં પણ જો ટાઇ ટકી રહે છે, તો રસાયણશાસ્ત્રમાં ઉચ્ચ ગુણ ટાઇ-બ્રેકિંગ માટે માનવામાં આવે છે. જો સમસ્યાનું હજી નિરાકરણ કરવામાં આવ્યું નથી, તો ઓછામાં ઓછા નકારાત્મક ગુણવાળા ઉમેદવારોને વધુ જગ્યા આપવામાં આવે છે. તેમ છતાં, જો ટાઇ ઉકેલી ન આવે તો, ઉમેદવારોને તેમની ઉંમરના આધારે ક્રમ આપવામાં આવે છે અને જૂના ઉમેદવારને ઉચ્ચ સ્થાન પર મૂકવામાં આવે છે.


દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ, ફાયનાન્સ, અજબગજબ, ઓટો અને ટેક્નોલોજી સહિતના સમાચાર વાંચો જીએસટીવીની વેબસાઈટ પર, સાથે જ ગુજરાત સમાચાર પર વાંચો રાજ્યના સૌથી વિશ્વસનીય અખબારના સમાચાર.

MUST READ:

Related posts

ડ્રેગનની દગાખોરી / એક તરફ વાતચીતનો ઢોંગ, બીજી તરફ સરહદી વિસ્તારમાં સતત કરી રહ્યું છે નિર્માણ કાર્ય

Zainul Ansari

યોગીનો માસ્ટરસ્ટ્રોક / વિધાનસભા ચૂંટણી પહેલા જ આ નિર્ણય લઈને ખેડૂતોને આકર્ષવાનો પ્રયાસ

Pritesh Mehta

PHOTOS / નવા સંસદ ભવનના નિર્માણ સ્થળે વડાપ્રધાન મોદીની સરપ્રાઇઝ એન્ટ્રી, ચાલી રહેલા કાર્યોનું કર્યું નિરીક્ષણ

Zainul Ansari
Do NOT follow this link or you will be banned from the site!