GSTV
Home » News » NSUIએ રાજ્યમાં અનેક જગ્યાએ કર્યો ચક્કાજામ, પોલીસે કાર્યકર્તાઓની કરી અટકાયત

NSUIએ રાજ્યમાં અનેક જગ્યાએ કર્યો ચક્કાજામ, પોલીસે કાર્યકર્તાઓની કરી અટકાયત

રાજ્યમાં બિનસચિવાલયની પરીક્ષા મામલે વિવાદ ઉગ્ર બન્યો છે. જેમા એન.એસ.યુ.આઈના કાર્યકરો દ્વારા આજે ગુજરાતના ઘણા શહેરોમાં શાળા કોલેજ બંધનું એલાન કરવામાં આવ્યું હતું. જેમા રાજકોટમાં એલ.એસ.યુ.આઈના કાર્યકરોએ વિરોધ કર્યો તો પોલીસે તેમની ધરપકડ કરી હતી. સુરતમાં પણ એન.એસ.યુ.આઈ કાર્યકરોએ અઠવાલાઈન્સ સ્થિત એસ.વી .પટેલ કોલેજને બંધ કરાવી હતી. ત્યારે ભાવનગરમાં પણ કાર્યકરો સૂત્રોચ્ચાર કરીને કોલેજ બંધ કરાવા પહોચ્યા હતા.

પરંતુ પોલસે તેમને રોક્યા અને 10 જેટલા કાર્યકરોની અટકાયત કરી હતી. અમદાવાદમાં પણ એન.એસ.યુ.આઈના કાર્યકરોએ પાંજરાપોળ ખાતે આવેલી સહજાનંદ કોલેજ બંધ કરાવી હતી. ગાંધીનગરમાં સેક્ટર 15ની કોલેજ જ્યારે કાર્યકરો બંધ કરાવા ગયા ત્યારે પોલીસે ત્યા પણ કાર્યકરોની અટકાયત કરી હતી. કુલ મળીને રાજ્યમાં શાળા કોલેજબંધને મિશ્ર પ્રતિસાદ મળ્યો છે.

વઢવાણ શહેરના ગેબનશાપીર સર્કલ પાસે એન.એસ.યુ.આઈ અને કોંગ્રેસના કાર્યકરોએ ચક્કાજામ કર્યો છે. બિન સચિવાલય કલાર્કની પરીક્ષા રદ કરવા તેમજ ગૌણ સેવા પસંદગી મંડળના આશિત વોરા સામે કાર્યવાહી કરવાની માંગ સાથે ચક્કાજામ કરવામાં આવ્યો છે. ચક્કાજામને કારણે રોડની બંને સાઈડ વાહનોની લાંબી કતારો જોવા મળી રહી છે. ટ્રાફિક જામના પગલે પોલીસ કાફલો ધટના સ્થળે પહોંચ્યો હતો અને ટ્રાફિક હળવો કરવાની કામગીરી શરૂ કરી હતી.

બિનસચિવાલય ક્લાર્કની પરીક્ષામાં ગેરરિતી મુદ્દે વડોદરામાં એનએસયુઆઈ દ્વારા વિરોધ પ્રદર્શન કરાયો. પરીક્ષા રદ્દ કરવાની માંગ સાથે શહેરના અકોટા દાંડિયા બજાર ચાર રસ્તા પાસે ધરણા અને ચક્કાજામ કરવાનો પ્રયાસ કર્યો. આ દરમ્યાન પોલીસ પણ આવી પહોંચી હતી અને વિરોધ કરી રહેલા પ્રદર્શનકારીઓની અટકાયત કરી છે.

READ ALSO

Related posts

ફોન ચોરી અથવા ખોવાઈ જાય તો પરેશાન ન થતા, આ રીતે તમારા વોટ્સએપ એકાઉન્ટને કરો સિક્યોર

Ankita Trada

ગૌતમ ગંભીરે ભાજપના જ નેતા કપિલ મિશ્રા પર કાર્યવાહી કરવાની માંગણી કરી

Arohi

અમેરિકન રાષ્ટ્રપતિ ટ્રમ્પને ભોજનમાં પીરસાશે સ્વાદિષ્ટ ‘દાળ રાયસીના’, રાષ્ટ્રપતિ ભવનમાં યોજાશે ભવ્ય ભોજન સમારોહ

pratik shah
Do NOT follow this link or you will be banned from the site!