GSTV
Home » News » રાજકોટમાં તંત્ર તરફથી કોઈ પણ પ્રકારની કાર્યવાહી ન કરાતા NSUIએ ગેરકાયદેસર સ્કૂલને તાળા માર્યા

રાજકોટમાં તંત્ર તરફથી કોઈ પણ પ્રકારની કાર્યવાહી ન કરાતા NSUIએ ગેરકાયદેસર સ્કૂલને તાળા માર્યા

સુરતમાં અગ્નિકાંડ થયા પછી ગુજરાત સરકાર પર ગેરકાયદેસર ક્લાસીસો અને બાંધકામ બંધ કરાવવાનું દબાણ આવ્યું હતું પરંતુ તંત્ર નફ્ફટ બની ગયુ હોય તેમ રાજકોટમાં  કોઈ પણ પ્રકારની કાર્યવાહી તંત્ર દ્વારા કરવામાં આવી ન હતી જેના પગલો રાજકોટમાં NSUI દ્વારા મોદી સ્કૂલને તાળા મારવામાં આવ્યા હતા.

સ્કૂલમાં ગેરકાયદે બાંધકામને લઈને કરવામાં તાળાબંધી કરવામાં આવી હતી. તંત્ર દ્વારા સ્કૂલ પર કાર્યવાહી ન કરતા NSUI એ સ્કૂલ ખાતે રામધૂન બોલવી હતી. NSUI એ ગેરકાયદે થર્મોકોલનું બાંધકામ તોડવાનો પ્રયાસ કર્યો હતો અને સ્કૂલને તાળાબંધી કરી હતી જેને લઈને સ્કૂલ સંચાલકોએ પોલીસ બોલાવવાની ફરજ પડી હતી. સમગ્ર મામલે પોલીસે NSUIના કાર્યકરોની અટકાયત કરી હતી. ગેરકાયદે બાંધકામ બાબતે સ્કૂલના સંચાલકોને પુછતા કેમેરા સામે બોલવાનું ટાળ્યું હતું.

READ ALSO

Related posts

સુરતમાં કટોકટી દિવસ સંદર્ભે કાર્યક્રમમાં સીએમ વિજય રૂપાણીએ આપી હાજરી, સુરતની ઘટના અંગે દુઃખ વ્યક્તિ કર્યું

Arohi

સુરતમાં આગની બીજી ઘટના બનતા તંત્ર સજ્જ, પોલીસ કમિશનરે અમદાવાદમાં NOC વગર ચાલતી શાળા- કોલેજોની મગાવી માહિતી

Dharika Jansari

ગુલાબગેંગના સૂત્રદ્ધારને ખતમ કરવા પ્લાન, આઠ વર્ષ પહેલા થયેલી હત્યાનો બદલો લેવા રાજકોટથી ખરીદ્યા હથિયાર

Dharika Jansari
Do NOT follow this link or you will be banned from the site!