ગુજરાત યુનિવર્સિટીમાં અભ્યાસ કરતા ઘણા વિદ્યાર્થીઓની સ્કોલરશીપના પ્રશ્નનો અને ફી માફીની માંગ સાથે આજે ગુજરાત NSUIના પ્રભારી સતવીર ચૌધરી અને NSUI નેતાઓ અને કાર્યકરોએ હોબાળો મચાવ્યો અને ઉપકુલપતિ જગદીશ ભાવસારને મળી રજૂઆત કરી હતી. માંગ અમે ત્રણ વાર કરી ચુક્યા છીએ અને હવે રાજ્ય સરકાર પર ભરોસો અમને નથી રહ્યો. NSUI દ્વારા કોલેજના વિદ્યાર્થીઓની ફી માફી માટે રજૂઆત કરવામાં આવી છે, છતાં યુનિવર્સિટી કોઈ નિર્ણય નથી લીધો.
NSUIએ રજૂઆત કરી હતી કે યુનિવર્સિટીમાં જ્યારે રજૂઆત માટે આવીએ તો કોઈ નથી મળતું. પરીક્ષાનું આયોજન કરો છો પરંતુ વિદ્યાર્થીઓ માટે બસની કે રહેવાની વ્યવસ્થા નથી. વિદ્યાર્થીઓની ફી માફી માટે એક કમિટી બનાવી સરકાર સમક્ષ રજૂઆત કરવામાં આવ્યા છે. સરકાર આ મામલે કોઇ નિર્ણય લે તે જરૂરી છે.

NSUIએ ચાર દિવસનો સમય આપ્યો છે જો રજૂઆત નહીં સ્વીકારવામાં આવે તો NSUIને આંદોલન કરવું પડશે. જગદીશ ભાવસારે કહ્યું હતું કે સરકાર તરફથી શિક્ષણ વિભાગે ફી સનદર્ભમાં સમિતિ નીમવામાં આવી છે. ફી માફી માટે સમિતિની બેઠક થઈ છે. આ બાબતે સમિતિ ચોક્કસ કંઈક સારો નિર્ણય આપશે. સરકારે જેમ શાળા માટે વિચારણા કરી હતી તેમ કોલેજના વિદ્યાર્થીઓ માટે પણ કરશે.
READ ALSO
- હવે તમારી રસોઈના સ્વાદને વઘારવા અપનાવો ઢાબા સ્ટાઈલ તડકાની રીત, મળશે અલગ સ્વાદ અને સુગંધ
- ફ્રેંકલિન ટેમ્પલટન મ્યૂચ્યુઅલ ફંડની બંધ 6 યોજનાઓમાંથી 13,789 કરોડ રૂપિયા મળ્યા
- કાળા નાણાં વિરૂદ્ધ સરકારનો એક્શન પ્લાન, હવે આપ પણ આ રીતે કરી શકશો ફરિયાદ
- AMC ચૂંટણીની ચાર દિવસમાં થઈ શકે છે જાહેરાત, જાહેરનામું બહાર પડતાં જ મેયરપદ અનામત છે કે નહીં તે સ્પષ્ટ થશે
- બર્ડ ફલૂને લઈને તંત્ર એલર્ટ, એલ જી હોસ્પિટલ ખાતે બર્ડ ફલૂ વોર્ડ બનાવવામાં આવ્યો