GSTV
Gujarat Government Advertisement

રૂપાણી સરકારનું સ્પષ્ટ સ્ટેન્ડ : NSUIએ હથિયારો સાથે હુમલો કર્યો, ક્રાઈમબ્રાન્ચને સોંપાઈ તપાસ

કોરોના

Last Updated on January 8, 2020 by Karan

એબીવીપી અને એનએસયુઆઈ વચ્ચે ગઈકાલના ઘર્ષણમાં સરકારે પોતાના ઈરાદાઓ જાહેર કરી દીધા છે. સરકારે હવે એબીવીપી તરફે સ્પષ્ટ સ્ટેન્ડ લઇને એનએસયુઆઈના કાર્યકરો દ્વારા હથિયારો સાથે હુમલો કરવાનો પ્રયાસ કરાયો હોવાનું જણાવી આ કેસની તપાસ ક્રાઈમબ્રાન્ચને સોંપી દીધી છે. આ કેસમાં સોશિયલ મીડિયામાં વાયરલ થયેલા ફૂટેજો, મીડિયા અને પોલીસની હાજરી છતાં સરકારે સમગ્ર મામલે કોંગ્રેસ પર દોષનો ટોપલો ઢોળ્યો છે. આ કેસ એનએસયુઆઈ અને કોંગ્રેસ દ્વારા મળીને એબીવીપી દ્વારા હુમલો કરાયો હોવાના મામલે હવે આગળ વધે તો નવાઈ નહીં. ABVPના કાર્યકરો હથિયાર લઈને આવ્યા તે મામલે ગૃહરાજ્ય મંત્રીએ કહ્યું તપાસ ચાલી રહી છે.

ગુજરાતના ગૃહમંત્રીએ પ્રેસ કોન્ફરન્સમાં સ્પષ્ટ જણાવ્યું છે કે એબીવીપીના કાર્યકર્તાઓ પર એનએસયુઆઈના કાર્યકર્તાઓ હુમલો કર્યો છે. જેમણે આ કૃત્ય કર્યું છે તેમની સામે કાર્યવાહી થશે. કોંગ્રેસ દ્વારા રાજ્યમાં હિંસક હુમલાઓ કરાઈ રહ્યાં છે. કેન્દ્રના દિલ્હીના નેતૃત્વના ઈશારે આ કાર્યવાહી કરાઈ છે. પોલીસ રિપોર્ટ પ્રમાણે એનએસયુઆઈના કાર્યકર્તાઓની તોફાન કરવાની માનસિક્તા હતી. પોલીસે ફરિયાદ નોંધીને આગળની તપાસ કરશે. તપાસ બાદ જેમણે પણ તોફાનો કર્યા છે તેની સામે કાયદેસરની કાર્યવાહી કરાશે. પોલીસ સીસીટીવી તપાસ અને સ્થળ પર હાજર પોલીસ ઈન્સ્ટેક્ટરના નિવેદનના આધારે કાર્યવાહી કરી રહી છે.

 હથિયારો લઈને કાર્યકર્તાઓ એબીવીપીના કાર્યાલય પર આવ્યા હતા. હાલમાં આ કેસની તપાસ ચાલુ છે, પ્રદિપસિંહે આ મામલે તપાસ ક્રાઈમબ્રાન્ચને સોંપાઈ છે અને જેને પણ નિવેદનો આપવા હોય તે પોલીસ સામે આપે એમ જણાવી કોંગ્રેસના નેતાઓ દ્વારા થઈ રહેલા નિવેદનો બાબતે પણ આકરી પ્રતિક્રિયા આપી હતી. પ્રદિપસિંહે કોંગ્રેસ પર હીંસા ફેલાવાનો અને ગુજરાતની શાંતિ ડહોળવાનો પ્રયાસ કરાતો હોવાનો આરોર મૂક્યો હતો.

READ ALSO

Gujarat Government Advertisement

Related posts

ખુશખબર / કોરોના સામેની લડાઈમાં ભારતને મળશે વધુ એક વિદેશી હથિયાર, ફાઇઝરના CEOએ આપી મહત્વપૂર્ણ જાણકારી

Zainul Ansari

મોટા સમાચાર / રાજ્યના શિક્ષણ વિભાગનો મહત્વનો નિર્ણય, 6 લાખ વિદ્યાર્થીઓને થશે ફાયદો

Zainul Ansari

કોરોના: સરકાર દ્વારા ડેલ્ટા પ્લસને ‘વેરિએન્ટ ઓફ કન્સર્ન’ જાહેર કરાયો, દેશમાં 22 દર્દીઓ મળી આવ્યા

Vishvesh Dave
Do NOT follow this link or you will be banned from the site!