500 વિદ્યાર્થીઓના ભાવિ સામે પ્રશ્નાર્થ, જાણો શું છે શિક્ષણ મંત્રીના મત વિસ્તારની આ ઘટના

બાવળાની રાય યુનિવર્સિટીના એગ્રીકલ્ચરના કોર્ષની માન્યતાને લઇ એન.એસ.યુ.આઇએ સવાલ ઉઠાવ્યો છે. શિક્ષણ મંત્રીના મત વિસ્તારમાં આવેલી આ યુનિવર્સિટીમાં બી.એસ.સી એગ્રીકલ્ચરનો અભ્યાસ કરેલ વિદ્યાર્થીઓને અન્ય યુનિવર્સિટીમાં પ્રવેશ ન મળતાં 500 જેટલાં વિદ્યાર્થીઓના ભાવિ સામે પ્રશ્નાર્થ સર્જાયુ છે.

વિદ્યાર્થી સંગઠન એનએસયુઆઈનું માનીએતો શિક્ષણ મંત્રીના મત વિસ્તારમાં વિદ્યાર્થીઓના ભાવિ સાથે ચેડાં થઈ રહ્યા છે. અહીં જે અગ્રિકલ્ચરનો કોર્ષ ચાલે છે તે માન્યતા ધરાવતો નથી. નિયમ મુજબ એગ્રિકલ્ચરનો કોર્ષ શરૂ કરતા પહેલા કૃષિ યુનિવર્સિટીની માન્યતા લેવી જરૂરી છે. પણ રાય યુનિવર્સિટી પાસે મંજૂરી નથી.

આ યુનિવર્સિટીમાં બીએસસી એગ્રીકલ્ચરનો અભ્યાસ કરી આગળના અભ્યાસ અંગે 500 વિદ્યાર્થીઓ અન્ય શૈક્ષણિક સંસ્થાઓમા ગયા તો તેઓને એડમિશન આપવાની ના પાડવામાં આવી. તેઓને એડમિશન નહીં મળવાથી આગળ શું કરવું તે પ્રસન્ન સર્જાયો છે.

Read Also

ADVERTISEMENT
GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Youtube Twitter