GSTV
Home » News » આ ટૂલ તમારા ફેસબુક, વૉટ્સઍપ અને ક્લાઉડ એકાઉન્ટ્સની જાસૂસી કરી શકે છે

આ ટૂલ તમારા ફેસબુક, વૉટ્સઍપ અને ક્લાઉડ એકાઉન્ટ્સની જાસૂસી કરી શકે છે

એક સ્પાયવૅર ડિઝાઈન કરવામાં આવ્યુ છે, જે Facebook, Google ડ્રાઈવ અને iCloudનો ડેટા એક્સેસ કરી શકે છે તેને ઈઝરાયેલની એક સોફ્ટવેર કંપનીએ તૈયાર કર્યુ છે. આ કંપની Spyware ડિઝાઈન કરે છે. એક અંગ્રેજી સમાચાર પત્રનાં રિપોર્ટ મુજબ આ કંપનીનું આ ટૂલ કોઈપણ યુઝરના ક્લાઉડ બેસ્ડ એકાઉન્ટને એક્સેસ કરવાની ક્ષમતા રાખે છે.

NSO ગ્રુપે Pegasus નામનું આ ટૂલ એવી રીતે ડિઝાઈન કર્યુ છેકે, તે Google ડ્રાઈવ અને iCloudનો ઓથેન્ટિકેશનની કોપી કરીને એક્સેસ કરી શકે છે. એટલું જ નહી આ ટૂલ ફેસબુક મેસેન્જર પણ એક્સેસ કરી શકે છે. જો એકવાર તમારા સ્માર્ટફોન આ Spywareથી પ્રભાવિત થઈ ગયો તો તે તમારા ક્લાઉડ એકાઉન્ટની આખી હિસ્ટ્રી ડાઉનલોડ કરી લેશે. હિસ્ટ્રી એટલેકે આખી ઓનલાઈન હિસ્ટ્રી.

આ Pegasus નામનું Spyware એટલું ખતરનાક છેકે, ઓથેન્ટિકેશન ઈનવેલિડ હોવા છતાં તે યુઝર એકાઉન્ટ્સ પ્રભાવિત કરવાનું યથાવત રાખે છે. તમે તેને અન્ય કંપનીઓની નબળાઈ પણ કહી શકો છો. રિપોર્ટ મુજબ કંપની આવા સોફ્ટવેર એજન્સીઓ માટે તૈયાર કરે છે. જેમાં સરકારી એજન્સીઓનો પણ સમાવેશ થાય છે.

રિપોર્ટ મુજબ, આ વર્ષની શરૂઆતમાં Uganda માટે કંપનીએ એક પેપર તૈયાર કર્યા હતા. જેમાં Pegasusનું નામ છે. ઉલ્લેખનીય છેકે, ઈઝરાયેલની કંપનીએ થોડા સમય પહેલાં જ Whatsapp પર સ્પાઈ કરનારુ ટૂલ બનાવ્યુ હતુ. આ સોફ્ટનેર એન્ડ્રોઈડ અને આઈફોન બંનેમાં કામ કરે છે. તો સાથે જ ટૂલ લેપટોપ, ટેબલેટ અથવા સ્માર્ટફોનથી અપલોડ કરાયેલાં ક્લાઉડ ડેટા એક્સેસ કરી શકે છે.

READ ALSO

Related posts

અમદાવાદ: ગણેશ મહોત્સવમાં સાબરમતિને સ્વચ્છ રાખવા મનપા કરશે સ્પર્ધાનું આયોજન, આવા છે નિયમો

Riyaz Parmar

જન્માષ્ટમી : દિકરા આઝાદે પિતા આમિર ખાનની પીઠ ઉપર ચઢીને ફોડી દહી હાંડી, વીડિયો થયો વાયરલ

Nilesh Jethva

VIDEO : આ મહિલાને મોબાઈલ ઉપર એટલો પ્રેમ કે ઓટોમાં ભુલી ગઈ બાળક

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!