GSTV

NSGનું સભ્યપદ મેળવવા માટે ભારત સામે ચીનની NPT પોલિસી

પુલવામા હુમલાના માસ્ટર માઈન્ડ મસૂદ અઝહરને ગ્લોબલ આતંકવાદી જાહેર કરવામાં સહયોગ  આપનાર ચીન ભારતને એનએસજીનું સભ્ય પદ અપાવવામાં વિરોધ કરી રહ્યુ છે. આજે પણ ચીનનું વલણ એનએસજી મામલે અડગ છે. ચીને આ મામલે જણાવ્યુ છે કે, જ્યાં સુધી NPTમાં હસ્તાક્ષર નહીં થાય ત્યાં સુધી NSGનું સભ્યપદમાં ચીન સહકાર આપશેનહીં.

ભારતે ૨૦૧૬થી NSGનું સભ્યપદ મેળવવાના પ્રયાસો શરૂ કર્યા હતા, ત્યારથી ચીન સતત ભારતનો વિરોધ કરતું આવ્યું છે. ભારતને NSGનું સભ્યપદ ન મળે તે માટે ચીન એવો મુદ્દો ઉઠાવતું આવ્યું છે કે ભારત જ્યાં સુધી NPTમાં હસ્તાક્ષર નહીં કરે ત્યાં સુધી NSGનું સભ્યપદ મેળવી શકે નહીં.

ભારત-પાકિસ્તાન બંને આ ૪૮ દેશોના સંગઠનમાં સભ્યપદ માટે દાવો કરે છે. પાકિસ્તાનને સભ્યપદ મળે એવી શક્યતા નથી એટલે ચીન તેના મિત્ર રાષ્ટ્ર પાકિસ્તાનને સભ્યપદ મળે એવા સંજોગોમાં ભારતની તરફેણ કરી શકે છે. એટલે કૂટનીતિનો ઉપયોગ કરીને ચીન ભારતનો આ ગ્રૂપમાં પ્રવેશ અટકાવે છે.

ચીનના વિદેશ મંત્રાલયના પ્રવક્તા લૂ કાંગે જણાવ્યું હતું કે NSGમાં ભારતની એન્ટ્રીનો કોઈ સવાલ જ નથી. કારણ કે જે દેશો પરમાણુ નિર્મૂલનની સંધિ ઉપર સહી નહીં કરે તેને નિયમ પ્રમાણે સભ્યપદ આપવું જોખમી છે.

Read Also

Related posts

સાવધાન! ભૂલથી પણ આ 7 ચીજવસ્તુઓને ક્યારેય તમારા ફ્રિજમાં ના મૂકતા નહીંતર…

Pravin Makwana

તમારા નસકોરાં બોલવા પાછળ ક્યાંક ઓએસએ તો જવાબદાર નથી, જાણો કઈ રીતે મેળવશો તેનાથી છુટકારો

Ali Asgar Devjani

Suzuki Access 125ની ખરીદવું પડશે મોંઘુ, કંપનીએ કિંમતમાં કર્યો આટલા રૂપિયાનો વધારો

Ali Asgar Devjani
Do NOT follow this link or you will be banned from the site!