GSTV
India News ટોપ સ્ટોરી

NSE કો-લોકેશન કૌભાંડ! કેસમાં મુખ્ય કાવતરાંખોરો સામે ચાર વર્ષ સુધી કોઈ પગલાં નહીં લેવા બદલ CBIનો કોર્ટે લીધો ઉધડો

NSEના કો-લોકેશન કૌભાંડમાં ભૂતપૂર્વ સીઈઓ ચિત્રા રામકૃષ્ણને કોઈપણ રાહત નહીં આપતાં દિલ્હીની કોર્ટે શનિવારે તેમની આગોતરા જામીન અરજી ફગાવી દીધી હતી.  સાથે જ કોર્ટે આ કૌભાંડના મુખ્ય કાવતરાંખોરો સામે છેલ્લા ચાર વર્ષમાં કોઈ પગલાં નહીં લેવા બદલ સીબીઆઈની ઝાટકણી પણ કાઢી હતી. વધુમાં આ કૌભાંડમાં સેન્ટ્રલ ફોરેન્સિક સાયન્સ લેબોરેટરી (સીએફએસએલ)ના એક વરિષ્ઠ મનોવૈજ્ઞાનિકે ચિત્રા રામકૃષ્ણની પૂછપરછ કરી હતી. તેમણે કહ્યું કે ચિત્રા સીબીઆઈને ‘ઉડાઉ’ જવાબ આપે છે.


સીબીઆઈ કોર્ટના સ્પેશિયલ જજ સંજીવ અગ્રવાલે નોંધ્યું હતું કે, આરોપી સામે ગંભીર આરોપો છે અને તપાસ હજુ પ્રારંભિક તબક્કામાં છે. તેમણે બજાર નિયામક સિક્યોરિટીઝ એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઈન્ડિયા (સેબી)ની પણ ઝાટકણી કાઢતા કહ્યું કે, સેબી આરોપીઓ સાથે ખૂબ જ દયાજનક વર્તન કરી રહી છે. સીબીઆઈની ઝાટકણી કાઢતાં સ્પેશિયલ કોર્ટે કહ્યું કે આ કેસની તપાસમાં સીબીઆઈ ભારે ઉદાસીન જોવા મળી રહી છે. એનએસઈના કો-લોકેશન કૌભાંડના મુખ્ય કાવતરાંખોરો સામે લગભગ ચાર વર્ષથી કોઈ જ પગલાં લેવામાં નથી આવ્યા. પરિણામે તેઓ સામન્ય નાગરિકોના ભોગે મુક્તિનો આનંદ માણી રહ્યા છે. વધુમાં ચિત્રા રામકૃષ્ણની આગોતરા જામીન નકારી કાઢતા જણાવ્યું કે, જાહેર ભંડોળના ભોગે આચરવામાં આવેલા આર્થિક ગૂનાઓના મૂળ ઊંડે સુધી ઉતરેલા છે.  


સીબીઆઈએ આક્ષેપ કર્યો હતો કે ચિત્રા તપાસમાં તેમને યોગ્ય સહકાર નથી આપી રહ્યાં. સીબીઆઈના ટોચના અધિકારીઓને પૂછપરછમાં તેમનો સાથ નથી મળી રહ્યો. સીબીઆઈએ ચિત્રા પાસેથી હકીકત/સત્ય ઉજાગર કરવા માટે સિનિયર ફોરેન્સિક સાયકોલોજિસ્ટની મદદ પણ લીધી છે. સીબીઆઈએ ત્રણ દિવસ સુધી રામકૃષ્ણની પૂછપરછ કરી હતી, જેમાં તેમણે તપાસકારોને યોગ્ય જવાબ આપ્યા નહોતા.


આ અગાઉ સીબીઆઈએ એનએસઈના પૂર્વ સીએફઓ આનંદ સુબ્રમણ્યમની સીબીઆઈએ ધરપકડ કરી હતી. તેની પૂછપરછના આધારે સીબીઆઈ હવે ચિત્રા રામકૃષ્ણની ધરપકડ કરે તેવી આશંકા છે. ધરપકડથી બચવા માટે ચિત્રાએ સ્પેશિયલ કોર્ટમાં આગોતરા જામીન અરજી કરી હતી. કોર્ટે જામીન નકારતા હવે નજીકના દિવસોમાં પોલીસ ચિત્રા રામકૃષ્ણની ધરપકડ કરી શકે છે. સીબીઆઈ ધરપકડ બાદ નક્કર પુરાવાને આધારે રિમાન્ડની અરજી કરી શકે છે.

READ ALSO

Related posts

ગેહલોતે સચિન પાયલટને ગદ્દાર કહ્યા બાદ બંને નેતાઓ પ્રથમ વખત આમને-સામને, કેસી વેણુગોપાલ રાજકીય ખેંચતાણ અંગે ચર્ચા કરી શકે

HARSHAD PATEL

રવિન્દ્ર જાડેજાના પરિવારનો આંતરિક કલેહ ચરમસીમાએ, રવિન્દ્રના પિતા પણ ખુલીને સામે આવતા રાજકીય ગરમાવો

pratikshah

ભાજપને આંચકો/ હરિયાણા જિલ્લા પરિષદની સાત જિલ્લાની 102 બેઠકોમાંથી ફક્ત 22 બેઠકો પર ભાજપનો વિજયઃ 15 બેઠકો સાથે આપની એન્ટ્રી

HARSHAD PATEL
GSTV