GSTV

UIDAIના કહેવા પર બંધ થઈ આધાર સાથે જોડાયેલી આ સેવા! સામાન્ય માણસ પર થશે અસર

આધાર સાથે જોડાયેલે એક મોટી સર્વિસ બંધ કરવામાં આવી છે. ડેટા રિપોજિટરી NSDL (નેશનલ સિક્યોરિટીઝ ડિપોઝીટરી લિમિટેડ)એ ગુરૂવાર રાતથી આધાર દ્વારા ઇ-સાઇન કરવાની સુવિધા બંધ કરી દેવામાં આવી છે. NSDLએ આ પગલું UIDAI તરફથી આપવામાં આવેલા આદેશ બાદ લીધુ છે. એક અહેવાલ અનુસાર NSDL દ્વારા જારી કરવામાં આવેલા આંતરિક સર્ક્યુલરમાં આ વિશે જાણકારી આપવામાં આવી છે.

સૂત્રોએ જણાવ્યા અનુસાર, આ પ્રકારના મામલામાં સુધાર માટે NSDLએ UIDAI સાથે વાત કરી હતી. NSDLના એક સૂત્રના હવાલે આ અહેવાલમાં કહેવામાં આવ્યું છે કે, ઇન્ડસ્ટ્રિયલિસ્ટ્સ, ઇન્વેસ્ટર્સ અને સ્ટાર્ટઅપ્સ અને બિઝનેસના માલિકોની મદદ માટે ઇ-સાઇન લાવવામાં આવ્યું હતુ. તે બાદ કોઇએ ડોક્યુમેન્ટ્સ અને રેકોર્ડ માટે હાજર રહેવું નથી પડતું. સંસ્થાપક અને કો-ફાઉન્ડર્સ હાજર રહ્યાં વિના પણ સહમિત આપી શકે છ. બેન્કોમાં પણ તે ઉપયોગી થાય છે.

શું થશે સામાન્ય વ્યક્તિ પર અસર

ઇ-સાઇન એક પ્રકારની ઑનલાઇન ઇલેક્ટ્રોનિક સિગ્નેચર સર્વિસ છે, જેની મદદથી આધાર હોલ્ડર ડોક્યુમેન્ટ્સને ડિજિટલ માધ્યમથી સાઇન કરે છે. આ પ્રકારની ઇ-સિગ્નેચર સર્વિસને ડિજિટલ ટ્રાન્જેક્શન અને વેરિફિકેશનને પ્રોત્સાહન આપવા માટે લાવવામાં આવી હતી પરંતુ પાછલા કેટલાંક સમયથી NSDLને ડેટા ઇન્ટીગ્રેશન કરવાથી લઇને વેરિફિકેશનમાં સમસ્યા આવી રહી હતી.

ટોકનાઇઝેશન સિસ્ટમમાં મુશ્કેલી

આધારની ટોકનાઇઝેશન પણ ઇ-સાઇનની પ્રક્રિયામાં અડચણ બની રહી હતી. આ રિપોર્ટમાં લખવામાં આવ્યું છે કે જ્યારે તે ભય હતો કે 12 અંક વાળો આધાર નંબર અમાન્ય રીતે ઉપયોગમાં લઇ શકાય છે જ્યારે 16 અંકની આધાર ટોકનાઇઝેશન સિસ્ટમ લાવવાની વાત કરવામાં આવી હતી. પરંતુ આ ઘોષણાના એખ વર્ષ બાદ આ મોર્ચે કોઇ કામ ન થયુ. આ પ્રકારે ઇ-સાઇન ડબલ ઓથેન્ટિકેશન સિસ્ટમ તરીકે કામ કરવા માટે બનાવવામાં આવી હતી. તેમાં 12 અંકોનો આધાર નંબર અને 16 અંકોનો ટોકન સામેલ હતો, જેને ઓટીપીના માધ્યમથી મોકલી અને મેળવી શકાત.

READ ALSO

Related posts

વિમાનમાં મુસાફરી કરનારા માટે અગત્યની સૂચના/ ઘરેલૂ ફ્લાઈટમાં ચેક ઈન બેગેઝની મર્યાદા હટી, આવી ગઈ છે નવી એડવાઈઝરી

Pravin Makwana

પપૈયાના બીજ છે ચમત્કારી, આ બિમારીઓ માટે છે રામબાણ ઈલાજ

Arohi

કોરોનાકાળમાં કરેલી સેવા આ તબિબોને ફળી, રાજ્ય સરકારે આપી આ મોટી ભેટ

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!