GSTV
Gujarat Government Advertisement

અમિત શાહ કે કેજરીવાલ અને સોનિયા ન પહોંચ્યા પણ ભારતનો જેમ્સ બોન્ડ દિલ્હીની હિંસાગ્રસ્ત ગલીઓમાં પહોંચ્યો

Last Updated on February 26, 2020 by Karan

નોર્થ ઈસ્ટ દિલ્હીમાં પાછલાં 3 દિવસોથી હિંસા થઈ રહી છે જેમાં એક હેડ કોન્સ્ટેબલ સહિત અત્યાર સુધીમાં 13 લોકોનાં મોત થયા છે. હિંસા પ્રભાવિત વિસ્તારોમાં પોલીસને તોફાની તત્વો જોતા જ ગોળી મારવાનો આદેશ આપવામાં આવ્યો છે. દેશની રાજધાની દિલ્હીમાં જોવા મળતી હિંસાને રોકવાની જવાબદારી એનએસએ અજીત ડોભાલને સોંપવામાં આવી છે. ત્યારે આજે ફરી એક વખત અજીત ડોભાલ દિલ્હીના નોર્થ-ઈસ્ટ વિસ્તારની મુલાકાત લીધી.

અજીત ડોભાલે સીલમપુર વિસ્તારમાં ડીસીપીની ઓફિસે પણ પહોંચ્યા. જે બાદ ડોભાલે હિંસાગ્રસ્ત વિસ્તારોની મુલાકાત કરી. અજીત ડોભાલે મૌજપુર અને જાફરાબાદ વિસ્તારોની મુલાકાત કરી હતી. આ પહેલાં મંગળવારે રાત્રે પણ એનએસએ અજીત ડોભાલ જાફરાબાદ, સીલમપુર સહિત અનેક વિસ્તારોની મુલાકાતે પહોંચ્યા હતા અને હિંસાગ્રસ્ત વિસ્તારના માહોલની સમીક્ષા કરી હતી.

ઉલ્લેખનીય છે કે એનએસએ ડોભાલ મંગળવારની રાત્રે સીલમપુર સ્થિત ઉત્તર-પૂર્વીય દિલ્હીના ડીસીપી કાર્યાલયે પોલીસ અધિકારીઓ સાથે બેઠક યોજી હતી. બેઠકમાં તેમણે સુરક્ષાની સ્થિતિની સમીક્ષા કરી હતી. ડોભાલે પોલીસની તે વિસ્તારની વર્તમાન પરિસ્થિતિ વિશે માહિતી માંગી હતી. જોકે વિશેષ કમિશનર સતિષ ગોલ્ચા સહિતના અનેક અધિકારીઓ બેઠકમાં હાજર રહ્યા હતા.

READ ALSO

Gujarat Government Advertisement

Related posts

Post Officeની આ સ્કીમમાં જમા કરો 199 રૂપિયા, મેચ્યોરિટી પર મળશે 3 લાખ 10 હજાર રૂપિયા

Damini Patel

CBSE : ધોરણ 10 અને 12ના રિઝલ્ટ તૈયાર કરવામાં ક્યાંય પણ તકલીફ કે મૂંઝવણ આવે આ નંબર પર કરો કોલ, હેલ્પલાઈન જાહેર કર્યા

Pravin Makwana

કમાણી કરવાની તક: જો આપની પાસે છે આ 2 રૂપિયાની નોટ તો આપ પણ બની શકો છો લાખોપતિ

Pravin Makwana
Do NOT follow this link or you will be banned from the site!