GSTV
World

Cases
3069645
Active
2495388
Recoverd
365002
Death
INDIA

Cases
86422
Active
82370
Recoverd
4971
Death

હવે ખોટી ઈનકમ બતાવીને ટેક્સ નહી બચાવી શકે NRI, સરકારે કસી લગામ

“સ્ટેટલેસ પર્સન” પર ટેક્સ લગવવાની સરકારની કવાયત ઘણા અપ્રવાસી ભારતીયો(NRI) માટે મુસીબત બની શકે છે. આ ટેક્સની અસર વિશે જેમ જેમ લોકોને જાણ થઈ રહી છે તેમ તેમ તેઓ ડરી રહ્યા છેકે, આવતા વર્ષથી ઈનકમ ટેક્સ ડિપાર્ટમેન્ટ એનઆરઆઈ પાસેથી “ અવાસ્તવિક” વિદેશી આવક પર સવાલ કરી શકે છે.

લગભગ એક દાયકાથી ખાસકરીને 2015માં બ્લેકમની એક્ટ પાસ કર્યા બાદ ઘણા ભારતીયો વિદેશમાં છુપાવીને રાખેલાં જાહેર ન કરેલાં ફંડને લીગલ બનાવવા માટે વિદેશથી ટ્રેડિંગ પ્રોફિટ, કંસલ્ટન્સી ફીસ અને ભારે ભરકમ વેતનનાં રૂપમાં ખોટી આવક જનરેટ કરતાં એનઆરઆઈ બને છે. એવાં લોકોનો ખરાબ સમય શરૂ થઈ ગયો છે. કારણકે હવે તેમણે તેમની આવક અંગે સ્પષ્ટતા કરવાની રહેશે. બજેટનાં એક દિવસ બાદ રીલીઝ કરાયેલી પ્રેસ રિલીઝમાં આશ્વાસન આપવામાં આવ્યુ હતુકે, બોનાફાઈડ વર્કરને વિદેશમાં થયેલી કમાણી ઉપર ટેક્સ ચૂકવવો પડશે નહી. વાસ્તવમાં આ બીજા એનઆઆઈ માટે એ વાત નો સંકેત છેકે, તેમણે વિદેશમાંથી મેળવેલી ભારે-ભરકમ આવક વિશે સ્પષ્ટતા આપવાની રહેશે.

હજી સુધી ટેક્સ ડિપાર્ટમેન્ટ તરફથી એવું કોઈ પગલું ભરવામાં આવ્યુ નથી. ફાઈનાન્સ બિલ 2020 મુજબ, જે ભારતીયો ઉપર અન્ય કોઈ દેશમાં ટેક્સની જવાબદારી નથી તેને નાગરિક માનવામાં આવશે. એવાં નાગરિકોએ વિદેશી આવક પર ટેક્સ ચૂકવવો પડશે અને તેમણે વિદેશી એસેટનું ડિસ્ક્લોઝર આપવાનું રહેશે. સીનિયર ચાર્ટર્ડ એકાઉન્ટન્ટનાં કહેવા મુજબ, વિદેશમાં બોનાફાઈડ વર્કરની જેમ જ વિદેશમાં કમાણી કરી હતી, એ સાબિત કરવાની જવાબદારી કરદાતાની પર રહેશે. સરકારની રિલીઝ મુજબ, કાયદામાં એવી કોઈ જોગવાઈ નથી. પરંતુ દરેક એનઆરઆઈ બોનાફાઈડ વર્કર નથી. તેમણે બિઝનેસ આવક સિવાય એક્સિક્યુટીવ પોઝીશન અથવા ફોરેન જેવી પ્રમોટર તરીકે આવક થવી જોઈએ.

READ ALSO

Related posts

હવે ફોન કરતાં પહેલાં કરવું પડશે કામ નહીં તો કોઈને પણ નહીં લાગે ફોન, હાશ હવે તમારો નંબર નહીં બદલાય

Dilip Patel

ક્રિકેટના આ દિગ્ગજને વર્ષો બાદ મળી મોટી ખુશી, કારણ છે પત્ની દીપિકા પલ્લીકલ

Ankita Trada

કોરોના યુદ્ધમાં વિજય મેળવ્યા વિના અર્થતંત્ર ઊભારવું શક્ય નથી, પીએમ મોદીએ લખ્યો આ દેશને પત્ર

Dilip Patel
Do NOT follow this link or you will be banned from the site!