GSTV

હાશકારો ! મનમોહન સિંહે શરૂ કરેલી આ યોજનાએ ગુજરાત સરકારની લાજ રાખી લીધી, પ્રવાસી મજૂરો માટે ગણાવ્યું ‘સંકટમોચક’

Last Updated on June 12, 2021 by Pravin Makwana

રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ ગત દિવસોમાં એક રિપોર્ટ જાહેર કર્યો હતો. આ રિપોર્ટમાં મહાત્મા ગાંધી નેશનલ રૂરલ એમ્પ્લોયમેન્ટ ગેરન્ટી એક્ટ (MNREGA)ના ખૂબ વખાણ કર્યા હતા. રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો હતો કે, ગત વર્ષે લોકડાઉનમાં પોતાના વતનમાં પાછા ફરેલા મજૂરો માટે મનરેગા સંકટમોચનનું કામ કર્યુ છે. આ ઉપરાંત મનરેગાએ કોવિડના પ્રભાવમાંથી બહાર આવવામાં પણ મદદગાર બની.

આ રિપોર્ટ રાજ્યના જળવાયુ પરિવર્તન વિભાગ તરફથી તૈયાર કરવામાં આવ્યો હતો. જેનુ સમર્થન IIM અમદાવાદ અને IIT ગાંધીનગરે પણ કર્યો હતો. રિપોર્ટમાં કહેવાયુ હતું કે, સરકારને સંકટમાંથી છૂટકારો મેળવવા માટે ખેતીને પ્રાધાન્ય આપવુ જોઈએ. રિપોર્ટમાં આદિવાસી જિલ્લો દાહોદ સહિત કેટલાય વિસ્તારોનો હવાલો આપીને કહ્યુ હતું કે, રાજ્ય સરકારને ગ્રામિણ વિસ્તારમાં કોવિડ બાદ નુકસાનથી બહાર આવવા માટે મનરેગાની નવી રણનીતિ બનાવવી જોઈએ.

આ રિપોર્ટમાં જણાવ્યા અનુસાર ગત વર્ષે કોવિડ બાદ લગભગ એક લાખ પ્રવાસી મજૂર દાહોદ પોતાના વતનમાં પાછા ફર્યા છે. સરકાર રોજગાર તૈયાર કરવાની ક્ષેત્રમાં કામ કરી રહી છે. સાથે જ એવુ પણ કહ્યુ કે, ઘરે પાછા ફર્યા તે સમયે મનરેગા યોજના સંકટમોચક સાબિત થઈ છે. મનરેગાની શરૂઆત કોંગ્રેસના નેતૃત્વવાલી યુપીએ સરકારમાં 2006માં થઈ હતી.

એક રિપોર્ટમા જણાવ્યા પ્રમાણે ગુજરાતમાં મનરેગા અંતર્ગત દાહોદમાં સૌથી વધારે શ્રમિક છે. અહીં તેમની સંખ્યા 1.38 લાખ છે. ત્યાર બાદ ભાવનગરમાં 77 હજાર 659 અને નર્મદામાં 59 હજાર 208 સંખ્યા છે. જળવાયુ પરિવર્તન વિભાગના અધિકારીએ જણાવ્યુ હતું કે, એવુ લાગી રહ્યુ છે કે, આત્મ નિર્ભર અભિયાન અંતર્ગત મનરેગાને ઘણુ પ્રોત્સાહન મળ્યુ છે. મહામારીના આ સમયમાં મોટી સંખ્યામાં લોકો તેમા જોડાયા છે.

દાહોદમાં મનરેગા અંતર્ગત કામ કરનારા મજૂરોની સંખ્યા સૌથી વધારે છે. તેમાં પ્રધાનમંત્રી આવાસ યોજના, સુજલામ સુફલામ જળ સંચય યોજનામાં જોડાયા છે. એપ્રિલમાં 12 હજાર 378 પરિવારોને કામ મળ્યુ છે. જ્યારે મેમાં 77 હજાર 429ને. વિતેલા મેમાં ગ્રામિણ વિકાસ મંત્રાલયે જણાવ્યુ હતું કે, કોરોના વાયરસની મહામારી દરમિયાન બીજી લહેરમાં ગામડાઓ ખૂબ પ્રભાવિત થયા છે. જેને રોકવા માટે લોકડાઉન લગાવ્યા. તેમ છતાં પણ ગામડાઓમાં રોજગારી માટે મનરેગાની ડિમાન્ડ ખૂબ વધી છે.

READ ALSO

Related posts

ખેડૂત આંદોલનમાં હવે મહિલાઓ પણ જોડાઈ, 200 મહિલા ખેડૂતોએ જંતર-મંતર પર કિસાન સંસદનું આયોજન કર્યું

pratik shah

BIG BREAKING/ આસામ-મિઝોરમ સરહદ પર હિંસા: આસામ પોલીસના 6 જવાનના મોત, બંને રાજ્યોના સીએમ પણ બગડ્યા

Zainul Ansari

મેઘો અનરાધાર: રાજ્યમાં સતત ત્રીજા દિવસે સૌરાષ્ટ્ર અને દ.ગુજરાતમાં સાર્વત્રિક મેઘમહેર, હજી ચાર દિવસ સાર્વત્રિક વરસાદ યથાવત

pratik shah
Do NOT follow this link or you will be banned from the site!