GSTV
Home » News » કોઈ પણ પ્રકારના ધાર્મિક ભેદભાવ વગર દેશભરમાં NRC લાગુ કરાશે

કોઈ પણ પ્રકારના ધાર્મિક ભેદભાવ વગર દેશભરમાં NRC લાગુ કરાશે

કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહે કહ્યું હતું કે સમગ્ર દેશમાં એનઆરસી પ્રક્રિયા હાથ ધરવામાં આવશે, એટલે કે લોકોએ હવે સામે ચાલીને પોતે દેશના નાગરિક હોવાના પુરાવા આપવા પડશે. હાલ આ પ્રક્રિયા આસામમાં હાથ ધરવામાં આવી છે જેને લઇને ભારે હોબાળો મચી ગયો છે કેમ કે એનઆરસીની જે યાદી તૈયાર કરવામાં આવી તેમાં ૧૯ લાખ લોકોનો સમાવેશ નથી થઇ શક્યો, આ પરિસ્થિતિ વચ્ચે કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહે જાહેરાત કરી છે કે હવે પુરા દેશમાં એનઆરસી પ્રક્રિયાને લાગુ કરવામાં આવશે.

રાજ્યસભામાં એક સવાલનો જવાબ આપતી વેળાએ અમિત શાહે કહ્યું હતું કે નેશનલ રજિસ્ટર ઓફ સિટિઝન (એનઆરસી)ની પ્રક્રિયા પુરા દેશમાં હાથ ધરવાનું સરકારનું આયોજન છે. જોકે આ પ્રક્રિયા કોઇ ધર્મને ધ્યાનમાં રાખીને નહીં હાથ ધરાય માટે એને લઇને કોઇ નાગરિકે ડરવાની જરુર નથી. આ માત્ર એક પ્રક્રિયા છે કે જેને નેશનલ રજિસ્ટર ઓફ સિટિઝન દ્વારા હાથ ધરવામાં આવશે. તેમણે કહ્યું હતું કે એનઆરસીમાં એવી કોઇ જ જોગવાઇ નથી કે કોઇને ધર્મના નામે રજિસ્ટરમાં સમાવતા અટકાવવામાં આવે માટે કોઇએ ચીંતા કરવાની જરુર નથી.

અમિત શાહે દાવો કર્યો હતો કે દરેક ધર્મના ભારતીયોનો સમાવેશ એનઆરસીમાં કરવામાં આવશે. ધર્મના નામે કોઇ પણ ભેદભાવનો સવાલ જ ઉભો નથી થતો. સાથે તેમણે આસામને લઇને કહ્યું હતું કે આસામમાં સુપ્રીમ કોર્ટના આદેશને ધ્યાનમાં રાખીને એનઆરસીની સંપૂર્ણ પ્રક્રિયાને હાથ ધરવામાં આવી હતી. અને જ્યારે સમગ્ર દેશમાં એનઆરસી પ્રક્રિયા હાથ ધરવામાં આવશે ત્યારે આસામનો પણ તેમાં સમાવેશ કરી દેવાશે.

જોકે સાથે તેમણે એવી પણ સ્પષ્ટતા કરી હતી કે આસામમાં જે પણ લોકોના નામ એનઆરસીમાં સમાવેશ નથી થઇ શક્યા તેઓને ટ્રિબ્યૂનલમાં જઇને અપીલ કરવાનો પુરો અધિકાર આપવામાં આવ્યો છે. પુરા આસામમાં આ પ્રકારની ટ્રિબ્યૂનલો ઉભી કરવામાં આવશે, જો કોઇ નાગરિક પાસે ટ્રિબ્યૂનલમાં જવા માટે નાણાકીય વ્યવસ્થા ન હોય તો સરકાર વકીલ રાખીને આવા વ્યક્તિને અપીલ કરવામાં મદદ કરશે.

નોંધનીય છે કે આસામમાં જે છેલ્લી એનઆરસી યાદી તૈયાર કરવામાં આવી છે તેમાં ૧૯ લાખ જેટલા લોકો પોતે ભારતીય નાગરિક હોવાનું પુરવાર કરવામાં નિષ્ફળ રહ્યા છે જેમાં મુસ્લિમો અને હિંદુ બન્નેનો સમાવેશ થાય છે જેને પગલે આ યાદીને લઇને આરએસએસએ પણ ચિંતા વ્યક્ત કરી હતી અને તેમાં ખામી હોવા અંગે સવાલો ઉઠાવ્યા હતા.

આ પરિસ્થિતિ વચ્ચે હવે જ્યારે સરકાર પુુરા દેશમાં એનઆરસીની પ્રક્રિયા હાથ ધરવા માગે છે ત્યારે આસામ જેવો જ વિવાદ થવાની પણ શક્યતાઓ છે. જે લોકોના નામ યાદીમા સામેલ નહોતા થઇ શક્યા તેઓમાં પૂર્વ અને વર્તમાન ધારાસભ્ય, સૈન્યના નવૃત જવાન કે અધિકારીનો પણ સમાવેશ થાય છે. જ્યારે કેટલાક એવા પણ કેસ સામે આવ્યા હતા કે જેમાં પતિનું નામ સામેલ હોય અને પત્નીનું સામેલ ન હોય. તેથી જો સરકાર પુરા દેશમાં એનઆરસી લાગુ કરે તો વિવાદ થવાની પુરી શક્યતાઓ છે.

READ ALSO

Related posts

જમ્મુ કાશ્મીરમાં યુવકે બનાવી શાનદાર સ્નો કાર, ફોટો પડાવવા લોકોની પડાપડી થઈ

Ankita Trada

નાગરિકતા સંશોધન કાયદા વિરુદ્ધ 131 અરજી દાખલ, બુધવારે સુપ્રીમ કોર્ટમાં સુનાવણી

Ankita Trada

અમદાવાદમાં જ લોકોને મળશે તાજી હવા, ભવિષ્યમાં આ વિસ્તારમાં તૈયાર થશે મીની જંગલ

pratik shah
Do NOT follow this link or you will be banned from the site!