GSTV

NRCમાં નહી નોંધાયેલા લોકોનો મતાધિકાર છીનવાશે : રામ માધવ

Last Updated on September 11, 2018 by Bansari

અસમમાં લાગુ કરાયેલા નેશનલ રજિસ્ટર ઓફ સિટિઝન મુદ્દે ઘણો રાજકીય હંગામો થયો હતો. હવે ભાજપના મહાસચિવ રામ માધવે આ મુદ્દે મોટું નિવેદન આપ્યુ છે. રામ માધવે કહ્યું કે અસમમાં રાષ્ટ્રીય નાગરિક નોંધણીની અંતિમ યાદીમાં શામિન ન કરાયેલા લોકોનો મતાધિકાર છીનવી લેવાશે. અને તેમને પાછા તેમના દેશમાં મોકલી દેવાશે.

દિલ્હીમાં સોમવારે સાંજે એક સેમિનારમાં રામ માધવે આ વાત કરી હતી. તેમણે એમ પણ કહ્યું કે 1985માં અસર સમજૂતી અંતર્ગત એનઆરસીને અપડેટ કરવામાં આવી રહી છે. જે અંતર્ગત રાજ્યના તમામ ગેરકાયદે પ્રવાસીઓની ખબર લાગવા લાગી અને તેમને દેશ નિકાલ કરવાની પ્રતિબદ્ધતા જાહેર કરી હતી.

ગેરકાયદે પ્રવાસીઓને દેશ બહાર કરવા પર ભારતે આંતરરાષ્ટ્રીય ટીકાનો સામનો કરવાની સ્થિતિની વાત કહેનારા પર નિશાન સાધતા રામ માધવે કહ્યું કે, બાંગ્લાદેશ પણ મ્યાંમારની સાથે સક્રિય વાતચીત કરી રહ્યું છે. જેથી લાખો રોહિંગ્યા લોકોને ત્યાંથી બહાર કાઢી શકાય. મ્યાંમારમાં અત્યાચારનો શિકાર થયા બાદ લાખો રોહિંગ્યા મુસલમાનો બાંગ્લાદેશમાં શરણ લઈ રહ્યા છે.

Related posts

માતમમાં ફેરવાઈ ખુશીઓની પળ! લગ્ન પ્રસંગમાં પડી આકાશી વીજળી, 16 લોકો જીવતા ભૂંજાયા: અનેક ઘાયલ

pratik shah

Tokyo Olympics / રેસલિંગમાં ગુરુવારે મળશે ગોલ્ડ! રવિ દહિયા બતાવશે કુસ્તીના દાવ: કંઇક આવો છે ગુરુવારનો ભારતનો કાર્યક્રમ

Zainul Ansari

અમદાવાદમાં 584 કરોડના ખર્ચે નારણપુરા ખાતે આંતરરાષ્ટ્રીય કક્ષાનું સ્પોર્ટસ કોમ્પ્લેક્સ બનશે

pratik shah
Do NOT follow this link or you will be banned from the site!