GSTV
World

Cases
4732598
Active
6177082
Recoverd
543206
Death
INDIA

Cases
253287
Active
424433
Recoverd
19693
Death

‘ઉંઘવા માટે ચટાઈ નથી અને અમારી પાસે તંબૂ માગે છે’ ઈમરાનને કોંગ્રેસનાં અધીર રંજનનો જડબાતોડ જવાબ

અસમના નેશનલ રજીસ્ટર ઓફ સિટિઝનમાં 3,11,21, 004 લોકોને ભારતીય નાગરિક ગણાવ્યા છે. લગભગ 19 લાખ લોકોને બહાર રાખવામાં આવ્યા છે. ગૃહ મંત્રાલયનાં સૂત્રો મુજબ, અસમમાં કાયદો વ્યવસ્થા કાયમ રાખવા માટે બધો જ બંદોબસ્ત કરવામાં આવ્યો છે. ટ્રિબ્યુનલ બનાવવામાં આવ્યા છે. જે લોકોનું નામ આવ્યુ નથી તેઓ તેમાં આવેદન કરી શકે છે. કેન્દ્ર સરકાર સતત રાજ્યની સ્થિતીને લઈને રાજ્ય સરકારના સંપર્કમાં છે.

ભારતનાં આંતરિક મામલામાં ફરીથી દખલ કરતાં પાકિસ્તાનનાં પ્રધાનમંત્રી ઈમરાન ખાને NRCને મુસ્લિમોની એથનિક ક્લીંજીંગ ગણાવી છે. એક ટ્વીટમાં ઈમરાને કહ્યુ, મોદી સરકાર દ્વારા મુસ્લિમોની એથનિક ક્લીઝિંગ પર ભારતીય અને આંતરરાષ્ટ્રીય મીડિયાના રિપોર્ટથી દુનિયાભરમાં ખતરાનો ડંકો વાગવા જોઈએ જેથી કાશ્મીર પર ગેરકાયદેસરનો કબ્જો મુસ્લિમોને નિશાન બનાવવાની વિસ્તૃત નીતિનો હિસ્સો છે.

ઈમરાન ખાનનાં ટ્વીટ પર વરિષ્ઠ કોંગ્રેસ નેતા અધીર રંજન ચૌધરીએ કહ્યુ કે, ઈમરાન ખાન અમને વધારે જ્ઞાન ન આપે, તેમની પાસે સૂવા માટે ચટાઈ પણ નથી અને અમારી પાસે તંબૂની ફરમાઈશ કરી રહ્યા છો. સોનિયાગાંધી સાથે મુલાકાત કરીને આવેલાં અધીર રંજને કહ્યુ હતુકે, પહેલું લિસ્ટ જે આવ્યુ હતુ તેમાં 19 લાખ બહાર છે. અમારી પાર્ટીનું સ્ટેન્ડ છેકે, જે જેન્યુઈન સિટિઝન છે તેમને NRC લિસ્ટમાંથી ન હટાવવામાં આવે. દરેક જેન્યુઈન સિટિઝનની રક્ષા સરકાર કરે. તેમણે કહ્યુકે, આ BJPનો મુદ્દો હતો કે કરોડો ઘુસણખોરો છે અને હવે તેમાં વધારો થયો છે.

અસમમાં NRCનો ફાઈનલ ડ્રાફ્ટ નીકાળવાનાં થોડા કલાકો પહેલાં જ અસમનાં મુખ્યમંત્રી સર્વાનંદ સોનોવાલે વીડિયો મેસેજ રજૂ કર્યો હતો. તેમણે કહ્યુ હતુકે, લોકોએ ડરવાની જરૂર નથી. દરેક ભારતીયોનું નામ NRCના ફાઈનલ ડ્રાફ્ટમાં રહેશે. જો કોઈ વ્યક્તિનું નામ રહી જાય તો તેને ફરીથી તક મળશે.

READ ALSO

Related posts

વકરતા જતા જીવલેણ કોરોના વાયરસના કેસો વચ્ચે રાજકોટ કલેક્ટર લઇ શકે છે આ મોટો નિર્ણય, લાંબી લાઈનો લાગશે

pratik shah

સરકારી અધિકારીઓ માટે નવું ફરમાન, લગ્ન પ્રસંગમાં જાઓ તો આ માહિતી આપવી પડશે ફરજિયાત

pratik shah

પીછો કરી લક્ષ્યને મિસાઇલ અને બોમ્બથી ઉડાવી દેતું ડ્રોન ખરીદવાની ભારતની તૈયારી, જેનો કોઈ નહીં હોય તોડ

Dilip Patel
Do NOT follow this link or you will be banned from the site!