નેશનલ પેન્શન સ્કીમ (NPS) હેઠળ આવતા સરકારી કર્મચારીઓ રિટાયરમેન્ટની ઉંમર પહેલાં પણ વોલેન્ટરી રિટાયરમેન્ટ (VRS) લઈ શકે છે. NPSના નિયમ મુજબ તેમાં 20 વર્ષની સેવા પુરી કરી હોવાનું બંધન પણ નથી. એટલું જ નહી VRS લેતા સરકારી કર્મચારીઓને દર મહિને પેન્શન પણ આપવાનું પ્રાવધાન છે અને તેમને NPS ખાતામાં જમા રકમનો 20 ટકા હિસ્સો સંપૂર્ણ મળે છે. પેન્શન ફંડ રેગ્યુલેટરી એન્ડ ડેવલોપમેન્ટ ઓથોરિટી(PFRDA) NPS ફંડનો હિસાબ કિતાબ રાખે છે. PFRDAના નિયમ મુજબ જો કોઈ કર્મચારી 60 વર્ષની ઉંમર સુધી NPS ખાતું રાખે છે. તો તેમને 60 ટકા રકમ રિટાયરમેન્ટનાં સમયે સંપૂર્ણ મળે છે. જ્યારે 40 ટકા રકમ પેન્શનમાં જતી રહે છે.

નોમિનીને મળે છે ધન
ટેક્સ એક્સપર્ટ મુજબ, જો NPS સબ્સક્રાઈબરનું વચ્ચે મોત થઈ જાય છે તો તેનાં NPS ખાતાની રકમ તેમના નોમિનીને આપી દેવામાં આવે છે. જોકે, આવા કેસમાં નોમિનીને પેન્શન મળી શકતું નથી.
અહીં ખોલી શકો છો NPS ખાતા
PFRDAએ સરકારી બેંકો, ખાનગી બેંકો અને NBFC સહિત 58 સંસ્થાઓને NPS ખાતા ખોલવા માટે અધિકૃત કરી છે.

ટેક્સ છૂટનો ફાયદો
ઈનકમ ટેક્સ એક્ટની સેક્સન 80 સીસીડી(1) હેઠળ, કર્મચારીને NPSમાં યોગદાન પર ટેક્સમાં રાહત મળે છે. સેક્શન 80 C હેઠળ કર રાહતની રાશિ 1.50 લાખ રૂપિયાથી ઉપર ન હોવી જોઈએ. જ્યારે અન્ય લોકો માટે આ સીમા ગ્રોસ ઈનકમની 20 ટકા છે.

આટલી છૂટ
સેક્સન 80 સીસીડી 1 (B) હેઠળ, કર્મચારી સ્વૈચ્છિક રૂપથી NPSમાં અતિરિક્ત 50 હજાર રૂપિયાનું રોકાણ કરી શકે છે. એટલેકે, સેક્શન 80 સી હેઠળ 1.50 લાખ રૂપિયા અને અતિરિક્ત 50 હજારનું રોકાણ કરી કોઈ પણ કર્મચારી 2 લાખ રૂપિયા સુધીની ટેક્સ છૂટ મેળવી શકે છે.
READ ALSO
- સાચવીને રાખજો સંતાનો: સોસાયટીમાં રમતા બાળકને આઈસ્ક્રિમની લાલચ આપી અપહરણની કોશિશ કરાઈ
- ‘માતાએ કર્યુ મારુ યૌન શોષણ’ 14 વર્ષના દિકરાએ લગાવ્યો આરોપ, કોર્ટે સંભળાવ્યો આ નિર્ણય
- કેશોદમાં ગરીબ કલ્યાણ મેળામાં થયો હોબાળો: અનૂસૂચિત જાતિના લાભાર્થીઓને જોઈતી વસ્તુઓ ન આપી, અન્ય વસ્તુ પકડાવી દીધી
- પૃથ્વી પાસેથી આ તારીખે પસાર થશે બે વિશાળ Asteroid, જાણો તેની શું અસર જોવા મળશે
- વડગામ/ દેવીપૂજક સમાજના સ્મશાન પર ભાજપ પ્રમુખે કબ્જો કર્યાનો આક્ષેપ, સ્મશાન પરત કરવા મુખ્યમંત્રીને કરી રજૂઆત