GSTV

મોદી સરકાર માટે સારા સમાચાર, છેલ્લા 6 મહિનામાં 22 લાખ નવી નોકરીઓ તૈયાર

દેશમાં પ્રવર્તી રહેલી બેરોજગારી મુદ્દે વિપક્ષે હંમેશા મોદી સરકારનો ઘેરાવ કર્યો છે ત્યારે ઘેરાવ સહન કરનારી કેન્દ્ર સરકાર માટે સારા સમાચાર આવ્યાં છે. છેલ્લા 6 મહિના દરમ્યાન ફેબ્રુઆરી સુધી અંદાજે 22 લાખ નવી સંગઠિત નોકરીઓ તૈયાર થઇ ગઇ છે. પ્રોવિડન્ટ ફંડ સંસ્થા (EPFO) અને નેશનલ પેન્શન સિસ્ટમ (NPS) તરફથી જાહેર કરાયેલા પગારપત્રકના આંકડા પરથી આ સંકેત મળ્યા છે. આ ડેટા પરથી રોજગાર મુદ્દે સરકારની સ્થિતિ વધુ મજબૂત દેખાઈ રહીં છે.

ઈપીએફઓ તરફથી જાહેર કરેલા ડેટા મુજબ, ફેબ્રુઆરી સુધી છેલ્લા 6 મહિના દરમ્યાન કુલ 31 લાખ લોકોએ સંગઠનની સાથે ખાતુ ખોલ્યું છે. જેમાંથી 18 થી 25 વર્ષની ઉંમરના સભ્યોને નવી નોકરી જોઈન્ટ કરવા અંગે ગણાવ્યું છે. જેની કુલ સંખ્યા 18.5 લાખ છે. વિશેષજ્ઞોનું કહેવુ છે કે 18 થી 25 વર્ષની ઉંમરના સભ્યોને અલગ કરી દઇએ અને માત્ર 25થી વધુ વર્ષની ઉંમરના લોકોના ફંડને જોઈએ તો તેના પરથી ખબર પડે છે કે અર્થવ્યવસ્થાનો ઘણો ભાગ ધીમે-ધીમે સંગઠિત થઇ રહ્યો છે.

CRICKET.GSTV.IN

નેશનલ પેન્શન સિસ્ટમની વાત કરીએ તો 6 મહિના દરમ્યાન કેન્દ્રીય અને સરકારી ક્ષેત્રના 3 લાખ 50 હજાર લોકોએ નવા ખાતા ખોલ્યાં. આ આંકડાનું મિશ્રણ કર્યા બાદ કુલ નવા રોજગારની સંખ્યા 22 લાખની નજીક પહોંચે છે.

ઈપીએફઓ અને એનપીએસ તરફથી જાહેર કરાયેલા આંકડા મોદી સરકારને રાહત આપવામાં અસરકારક પુરવાર થશે. વિપક્ષ અવિરતપણે રાજગાર મુદ્દે સરકાર પર શાબ્દિક હુમલો કરે છે.

એનપીએસ અને ઈપીએફઓ સિવાય એમ્પલૉઈઝ સ્ટેટ ઈન્સ્યોરન્સ કોર્પોરેશને (ESIC) પણ બુધવારે પગારપત્રકના આંકડા જાહેર કર્યા છે. જોકે, આ આંકડાની ફરીથી તપાસ થઇ રહીં છે. કારણકે આધાર સાથે આ આંકડા લિંક નથી. આ આંકડામાં સામે આવ્યું છે કે 18 થી 25 વર્ષની વયના 8,30,000 લોકો નવા જોડાયા છે. જો આ આંકડાને પણ સામેલ કરવામાં આવે તો દેશમાં કુલ નવી રોજગારીનો આંકડો 30 લાખની પાર પહોંચી શકે છે.

Related posts

ભારતીય સેનાએ પરત મોકલ્યો લદાખમાં પકડાયેલ ‘ભૂલથી ઘુસી આવેલ’ ચીની સૈનિક

pratik shah

કામની વાત/ ફક્ત 50 રૂપિયામાં બનાવડાવો પોકેટ સાઇઝ આધાર કાર્ડ, આ રીતે ઘરે બેઠા કરો ઑર્ડર

Bansari

પીએમ મોદીના કોરોના ભાષણ પર કોંગ્રેસ: “કોરું સંબોધન નહિ નક્કર સમાધાન આપો”

pratik shah
Do NOT follow this link or you will be banned from the site!